गुजरात

સુરત : IOCL કંપનીના ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ટેન્કર માલિકની ધરપકડ

સુરત : હજીરા સ્થિત આઇઓસીએલ (IOCL) કંપનીના ટેન્કરમાંથી ડીઝલ ચોરીના કૌભાંડનો સચિન જીઆઇડીસી પોલીસે પર્દાફાશ કરતા ટેન્કર માલિકને ઝડપી પાડયો છે. જયારે પોલીસ ત્રાટકતા ભાગી જવામાં સફળ રહેલ ડ્રાઇવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સુરતના હજીરા વિસ્તરમાંથી અલગ અલગ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ લઈને ટેનકર ડીલેવરી માટે નીકળતા હોય છે ત્યારે રસ્તામાં ગાડીમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદ મળતા આ મામેલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે હજીરા સ્થિત આઇઓસીએલ કંપનીમાંથી અલગ-અલગ શહેર-જિલ્લામાં ડીઝલ મોકલાવવા માટે છેલ્લા એક વર્ષથી અમન ટ્રાન્સપોર્ટ કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગત સાંજે 5 વાગ્યાના અરસામાં અમન ટ્રાન્સપોર્ટનો ટેન્કર નં. જીજે-19 યુ-7563 માં 12000 લિટર ડીઝલનો જથ્થો ભરી ટેન્કર કંપનીમાંથી ચાલક રાજનસીંગ નીકળ્યો હતો. ટેન્કર જયાં લઇ જવાનું હતું તેના બદલે ચાલક ટેન્કરને સચિન જીઆઇડીસી હાઇવે પર શાલીમાર કોમ્પ્લેક્ષ પાસે રોડ સાઇડમાં પાર્ક કરી દીધું હતું. ત્યાર બાદ ટેન્કર માલિક મુખ્તાર નાઝીર શેખ સાથે મળી ચાલક રાજનસીંગ 20 લિટરના કેરબામાં ડીઝલ કાઢી રહ્યા હતા આ સમયે સચિન પોલીસ ત્યાં ઘસી ગઇ હતી.

Related Articles

Back to top button