સુરત : બેંકમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ, સિતારમણના ટ્વિટ બાદ નોંધાઇ ફરિયાદ
સુરત : પોલીસને દાગ લગાવતી એક ઘટના સામે આવી છે. સુરત પોલીસનો એક જવાન બેંકમાં જાય છે. પાસબુક ભરાવવાની બાબતે બોલાચાલી થતા મહિલા કર્મચારીને માર પણ મારે છે. જોકે, સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કર્મચારી દ્વારા પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પહેલા તો આ મહિલા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નહિ લઇને માત્ર અરજી લેવામાં આવે છે. પરંતુ આ ઘટાની ટિકા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી ત્યારે ગઇકાલે મોડી રાતે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી અને તે માણસને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.
સુરતની ખાખી વર્દી પર સુરતના પોલીસ કર્મચારી દ્વારા દાગ લગાવા જેવી ઘટના સામે આવી છે. જેને કારણે લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની આ કામગીરી અંગે રોષ જોવા મળ્યો છે. ગતરોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે.
જેમાં એક પોલીસ કર્મચારી બેંકના સ્ટ્રાફ અને તે પણ મહિલાને માર મારે છે. આ વીડિયો હાલ ભારે ચર્ચામાં છે. સુરતનાં સારથાના પોલીસ મથકમાં ફરજ બજાવતો ઘનશ્યામ નામનો પોલીસ કર્મચારી ગતરોજ સુરતના સરોલી ખાતે આવેલી કેનેરા બેંકમાં પોતાની પાસબુકમાં એન્ટ્રી કરવા ગયો હતો. જોકે બેંક કર્મચારીએ 4 વાગી ગયા છે એટલે પાસ બુકમાં એન્ટ્રી નહિ થાય તેવું કહેતા આ યુવાને પોતાના સંબંધી અને પોલીસમાં ફરજ બજાવતા ભાઈને બોલાવ્યો હતો. જેને લઈને આ પોલીસ કર્મચારી બેંક પોંહચીને સ્ટાફ સાથે બેફામ દાદાગીરી અને અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યો હતો.