गुजरात

હજરત સૂફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચીસ્તી વિશે અપશબ્દો વાપરવા બદલ આમોદમાં મદ્રસાએ શૈખુલ ઇસ્લામ દ્વારા આમોદ મામલતદારને આવેદન આપી કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ.

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદમાં મદ્રસાએ શૈખુલ ઇસ્લામ દ્વારા આજ રોજ આમોદ મામલતદાર ડૉ. જે ડી પટેલને આવેદનપત્ર આપી ન્યૂઝ ૧૮ ના એડિટર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ આમોદ પોલીસ મથકે પણ આગેવાનોએ ન્યૂઝ ૧૮ ના એડિટર તેમજ એન્કર સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી.
૧૫ જૂનના રોજ સાડા સાત કલાકે લાઈવ ડિબેટ આર કે પાર મેં આજ સબસે નઈ બહસ ના નામે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં મુસ્લિમ ધર્મના સૂફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચીસ્તી ર.અ. ના વિશે ચેનલના એન્કરે નિમ્ન શબ્દપ્રયોગ કરી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચીસ્તીને માનનાર તમામ ધર્મપ્રેમી હિન્દુ -મુસ્લિમ જનતા તેમજ ખાસ એક વિશેષ વર્ગની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને લોકોની ધાર્મિક એકતા તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી ન્યૂઝ ૧૮ ચેનલના ન્યૂઝ રીડર શિક્ષાત્મક પગલાં લેવા તેમજ તેઓએ વાપરેલા નિમ્ન કક્ષાના શબ્દો બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી અને મદ્રસાએ શૈખુલ ઇસ્લામના આગેવાનો દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. આમોદમાં મદ્રસાએ શૈખુલ ઇસ્લામ તરફથી ઐયુબ અલી બાપુ સિરાજ રાણા, રફીકભાઈ પટેલ,નાજુ બાપુ,કિરીટ કુમાર જગજીવનદાસ. પટેલ,મહેશભાઈ ચાવડા, ,સલીમ રાણા ,મકબુલ રાણા, સુલતાન ખત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button