गुजरात
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે આવેલ સર્કિટ હાઉસમાં પત્રકાર એકતા સંગઠન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
વાંસદા
રીપોટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી
વલસાડ નવસારી જિલ્લાના પત્રકારો તેમજ મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા પ્રમુખ દીપકભાઈ ને સહ પ્રભારી આરીફભાઈ,વલસાડ જિલ્લાના વિશાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાંસદા અને ચીખલી તાલુકાઓની પ્રમુખ/ઉપપ્રમુખ ને સર્વાનુમતે નિમણુક કરવામાં આવ્યા હતા ચીખલી તાલુકાના પ્રમુખ તરીકે શ્રી હુસેન શેખ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ વ્યાસ ની વરણી કરવામાં આવી હતી ને સાથે વાંસદા તાલુકા પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે શ્રી બ્રિજેશ ભાઈ પટેલ ની વરણી કરવામાં આવી હતી ને સાથે નિમણુક હોદેદારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાથે જણાવામાં આવ્યું હતું કે સંગઠન ના કોઈપણ પત્રકારને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એમની પડખે પત્રકાર એકતા સંગઠન હંમેશા કટીબદ્ધ રહેશે એવી પૂરેપૂરી ખાતરી આપી હતી.