સુરત : માસ્ક વગર નીકળેલી મહિલાને દંડ ભરવાનું કહેતા કર્યો તમાશો, ત્રણની ધરપકડ
સુરત : કોરોના વાઇરસને લઈને લોકોને માસ્ક પહેરવા માટે સરકર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે આ મામલે હવે માસ્ક નહિ પહેરનાર પોલીસ દંડ કરશે ત્યારે દંડ વસુલવાની જવાબદારી પોલીસને સોંપવામાં આવતાની સાથે જ ઘર્ષણની શરૂઆત થઇ ગઇ છે. રામનગર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમ્યાન માસ્ક પહેર્યા વગર નીકળનાર મહિલાને અટકાવતા તેણે પોલીસને અપશબ્દો ઉચ્ચારી લોકોનું ટોળું એકઠું કર્યું હતું. જેથી ફરજમાં રૂકાવટ કરનાર એક આધેડ સહિત ત્રણ મહિલાની પોલીસે ધરપકડ કરી હતી.
કોરોના વાયરસના લૉકડાઉન બાદ જે રીતે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યાં છે ત્યારે કોરોના ગાઈડ લાઇન લોકો પાલન કરે અને ફરજીયાત માસ્ક પહેરે તે માટે સરકર દ્વારા માસ્ક નહીં પહેરનારને હવે પોલીસ દંડ ફટકારશે તેવી જવાબદારી પોલીસને આપવામા આવી છે.આ સાથે સુરતમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્સણ ઘટના સામે આવી છે. ગતરોજ સુરતની રાંદેર પોલીસ રામનગર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન એક્ટિવાનં. જીજે-5 એનક્યુ-4784 ચાલક મહિલાએ માસ્ક પહેર્યુ ન હતું. જેથી પોલીસે મહિલાને અટકાવી માસ્ક નહિ પહેરવા બદલ રૂા. 200 નો દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ મહિલાએ હું પૈસા ભરવાની નથી, તમે મારી પાસે પૈસા કેમ માંગો છો. એમ કહી અપશબ્દો ઉચ્ચારી રહાદારીઓનું ટોળું એકઠું કરીને જાહેરમાં તમાશો શરુ કર્યો હતો.
આ દરમિયાન મહિલાની બે સંબંધી મહિલાઓ પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમણે પણ પોલીસ સાથે જીભાજોડી કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેને પગલે ફરજ પર હાજર પીએસઆઇ તાત્કાલિક મહિલા કોન્સ્ટેબલને તરત જ ઘટના સ્થળે બોલાવી ત્રણેય મહિલાની એપેડમિક ડિસીઝ એક્ટ અને પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.