ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ફાઈરીંગ મામલો પોલીસ રાજકીય ઈશારે પરેશાન કરતી હોવાને મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ
જૂનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને કોળી સમાજના આગેવાનોની મળી બેઠક રાજ્યસભાની ચૂંટણીને લઈને પુંજાભાઈને ફસાવવાનું ભાજપનું ષડયંત્ર કોળી સમાજ એક છે, આગામી દિવસોમાં ભાજપ સામે મોરચો માંડશે દરેક તાલુકા અને જીલ્લા મથકે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવશે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ સાથે ફાઈરીંગ મામલે પોલીસ રાજકીય ઈશારે પરેશાન કરતી હોવાને મુદ્દે કોંગ્રેસ દ્વારા જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોએ આ મુદ્દે બેઠક પણ કરી હતી. આ તકે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્યસભાની ચૂંટણીને લઈને પુંજાભાઈને ફસાવવાનું આ ભાજપનું ષડયંત્ર છે પરંતુ કોળી સમાજ એક છે અને આગામી દિવસોમાં દરેક તાલુકા અને જીલ્લા મથકે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવશે .આ બેઠકમાં પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, કોંગ્રેસ નેતા ચંદ્રીકાબેન ચુડાસમા, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકીયા, શહેર પ્રમુખ અમિત પટેલ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.