સુરત : સ્કૂલે ગરીબ વિદ્યાર્થીની ફી માફ કરી, વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવી ગુરુદક્ષિણા આપી
સુરત : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા શાળા સાથે વિધાર્થીઓ માં ખુશી જોવા મળી છે. જેમાં સુરત જિલ્લા નું પરિણામ 80.66% જાહેર થયું છે. આજે એક એવા વિદ્યાર્થીની વાત કરવી છે જેની ફી સ્કૂલ તરફથી માફ કરવામાં આવી હતી. તેના બદલામાં આ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવીને સ્કૂલની નામ રોશન કર્યું છે. પરિણામને કારણે વિદ્યાર્થીના ચહેરા પર ચોક્કસ ખુશી છે પરંતુ હવે આગળના અભ્યાસને લઈને તેને ચિંતા પણ સતાવી રહી છે.
સુરતના સાવ ગરીબ પરિવારમાં આવતા એક તેજસ્વી વિદ્યાર્થીની ફી સ્કૂલ તરફથી માફ કરી દેવામાં આવી હતી. અભ્યાસ માટે પૈસા ન હોવાથી સુરતની આશાદીપ ગુપ ઑફ સ્કૂલ તરફથી ધોરણ 10નું પરિણામ સારું આવતા બ્રિજેશ સાવલિયાની ધોરણ-11 અને ધોરણ-12ની ફી માફ કરી દેવામાં આવી હતી. સ્કૂલ તરફથી ફી માફીની મદદ બાદ વિદ્યાર્થીએ પણ સ્કૂલને A1 ગ્રેડ મેળવીને સ્કૂલનું નામ રોશન કરી દીધુ છે.
ગ્રેડ પ્રમાણે રિઝલ્ટ
ગ્રેડની સમજ.
પરિવારના ચાર સભ્યો સાથે એક રૂમના ભાડાના મકાનમાં રહેતા બ્રિજેશ સાવલિયાએ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. બ્રિજેશના ચહેરા પર સારા માર્ક્સની ખુશી જરૂર છે પરંતુ સાથે તેને આગળના અભ્યાસની ચિંતા કોરી ખાય છે. કારણ કે લૉકડાઉને લઇને મહિને 10 હજાર રૂપિયા કમાતા તેના રત્નકલાકર માતા-પિતાની આવક બંધ છે. પરિવાર કેમ પણ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.