ખંભાલિયા ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન ની નબળી કામગીરી સાબિત થઈ વરસાદમાં જ ગટરો ઉભરાતા સફાઈની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ
સામાન્ય વરસાદમાં ગટર ઉભરાઈ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવી સ્થિતિ જોવા મળી
વાંસદા
રીપોટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી
ખંભાલિયા ગ્રા.પં. સામાન્ય વરસાદમાં ગટર ઉભરાઈ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી પરિમોન્સૂન ની કામગીરીને લઈને યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિર બહાર જ ગંદકીના ખડકલા નજરે પડ્યાં દર વર્ષે હાથ ધરતી પ્રિમોન્સુન કામગીરી આ વખતે ૧,માસ અગાઉ હાથ તો ધરી પરંતુ પંચાયતે ગટરની સફાઈની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કારણ કે સામન્ય વરસાદ પડ્યો જેમાં ગટર ઉભરાતા ઉનાઈ માતાજી મંદિરની બહાર જ ગંદકીનો ઢગલા ઉભરી આવ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા બ્લોક ગટર ને સ્થાનિક ગ્રામજનોએ પોતે સાફ કરવાની નોબત ઉભી થવા પામી હતી બહાર કઢાયેલ કચરો જેને ઉપાડવાની કોઈ તસ્દી લેવામાં આવી નહોતી જેના વરસાદ કારણે આ કચરો ગટરમાં જવાથી સ્થિતિ કફોડી બનવાની ભીતી સર્જાઈ છે. પંચાયતની દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી કાગળ પર અંકિત થઈને રહી જતી હોય છે.અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે દર વર્ષે કાગળ પર અંકિત થઇ જતી આ કામગીરીને ખંભાલિયા ગ્રામ પંચાયતે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ગટરની સફાઈ કરવામાં આવી હતી. વર્ષોથી સફાઈના અભાવે ચોકપ રહેલા માંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો અને મોટાંભાગનાં વિસ્તારમાં ગરનાળા વર્ષોથી ચોકપ છે. સાફ સફાઈ કર્યા બાદ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પરંતુ તે નહિ કરાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં મંદિર સામે જ કચરો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ કચરો દૂર કરવામાં આવ્યો નથી જેથી કારણે કચરો નાળામાં પડતો હોવાથી ફરી મૂળ સ્થિતિ થવાનાં એંધાણ વર્તાય છે.