ગુજરાતનાં યુવાનોએ કોરોનાની મહામારીને બદલી અવસરમાં, આ કામ કરી કમાયા ડબલ રૂપિયા
ગુજરાતનાં યુવાનોએ કોરોનાની મહામારીને બદલી અવસરમાં, આ કામ કરી કમાયા ડબલ રૂપિયા
અમદાવાદ : કોરોનાની આ મહામારીમાં જ્યાં અનેક લોકોના ધંધા રોજગાર બંધ છે અને લાખો રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે. પરંતુ આવા સમયમાં પણ કેટલાક યુવાનો લૉકડાઉનને અવસરમાં બદલી ચાલુ દિવસ કરતા પણ વધારે કમાણી કરી દીધી છે. યુવાનો બગ બાઉન્ટીનું કામ મેળવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
લૉકડાઉનમાં જ્યા અનેક વેપારીઓની હાલત ખરાબ છે અને લોકોની નોકરી જઈ રહી છે તેવામાં કેટલાક યુવાનો લૉકડાઉનમાં ઘરે રહી સારું કામ મેળવી રહ્યાં છે. બગ બૉઉન્ટીનું કામ કરતા યુવાનો જેમને બગ હન્ટર તરીકે ઓળખવામાં આવે છે. તે લોકો વર્ક ફ્રોમ હોમમાં ઘરે રહીને વધારે સમય કાઢી બગ બાઉન્ટીનું કામ મેળવી અન્ય દિવસો કરતા પણ સારું આ દિવસોમાં કમાઇ લીધું છે. માત્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં અનેક યુવાનો આ કામ કરી લાખો કમાવી ચુક્યા છે. અને જેમના માટે લૉકડાઉનને અવસરમાં બદલી નાખ્યું છે.
કેટલાક લોકોને સવાલ હશે કે આ બગ બાઉન્ટી શું છે. તો આવો અમે તમને જણાવી દઈએ કે શું છે આ કામ. બગ બાઉન્ટી it સિક્યુરિટી રિસર્ચ વર્ક છે અને જેમાં યુવાનો ફ્રી લાન્સિંગ કામ કરે છે. વેબ સાઇટ, નેટવર્ક અને મોબાઈલમાથી તેમની ખામીઓ કાઢી જેતે કંપનીને રિપોર્ટ કરવાનો હોય છે. જેમાં જેતે કંપની ખૂબજ સારું વળતર આપે છે. ડોલરમાં વળતર આપવામાં આવે છે.
નોંધનીય છે કે, કંપનીને માત્ર તેની ખામીઓ શોધીને આપવાની હોય છે અને બાકી જે તે કંપની તેમના ડેવલોપેર પાસેથી તે ભૂલો સુધારી લેતા હોય છે. આ મામલે આવું કામ કરનાર વિશાલ પંચાલનું કેહવું છે કે, અમે લોકો સામાન્ય રીતે જો 1 લાખની કમાણી કરી હોય તો લૉકડાઉન માં 2થી 3 લાખ સુધી મળ્યું છે. જોકે તમામ લોકો ને સફળતા મળે એ પણ જરૂરી નથી.