અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ વરસાદ ખબક્યો, પાલડી વિસ્તારમાં 43 MM
અમદાવાદ : શહેરમાં શુક્રવારની રાતે વીજળીનાં કડાકા ભડાકા અને સૂસવાટાભેર પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં રાતે આશરે 8 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે લોકોને અસહ્ય બફારામાં રાહત આપી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ પાલડી વિસ્તારમાં 43 એમએમ પડ્યો હતો. ભારે વરસાદની આશંકાને પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વાસણા બેરેજના બે દરવાજા ખોલી નંખાયા હતા. શહેરના પાલડી, ઉસ્માનપુરા, દુધેશ્વર અને રાણીપ જેવા વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
અમદાવાદમાં ગુરૂવારે રાતથી જ અસહ્ય બફારાનો અનુભવ થતો હતો. જેના પગલે શુક્રવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકોએ બફારામાંથી છૂટકારો મેળવ્યો હતો. સૌથી વધુ વરસાદ મધ્ય ઝોનમાં નોંધાયો છે. અમદાવાદ મ્યુનિ. અને સિંચાઇ વિભાગે વાસણા બેરેજમાં 1608 ક્યુસેક પાણી છોડયું હતુ જેના માટે ગેટ 23 અને 24ને એક ફુટ જેટલા ખોલી નાંખવામાં આવ્યા હતા. હાલમાં વાસણા બેરેજની સપાટી 132.750 ફુટ નોંધાઇ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઓઢવ – 10
વિરાટનગર – 08
પાલડી – 43
ઉસ્માનપુરા- 35ચાંદખેડા – 11
રાણીપ – 35
બોડકદેવ – 25
ગોતા – 17
સરખેજ – 30
દાણાપીઠ – 26
દુધેશ્વર – 38
મેમ્કો – 10
નરોડા – 9
કોતરપુર – 9
મણિનગર – 31
વટવા – 41