ઉનાઈ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી બાળમજૂરો દ્વારા ગટર ની કામગીરી થી જો બાળકોનાં સ્વાસ્થ ને હાની થાઈ તો જવાબદાર કોણ ?
ઉનાઈ ગ્રામ પંચાયત ની અવળી કામગીરી નજરે પડી રહી છે જેમા ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે
વાંસદા
રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી
ઉનાઈ માં પ્રિમોન્સૂન કામગીરીરૂપે બાળ મજૂરો ને સેફટી સાધનો વગર ગટર સાફ કરાવવા માટે ઉતારાયા મળતી માહિતી મુજબ ઉનાઈ પંથકમાં પ્રિમોન્સૂન કામગીરી નો ભાર બાળ મજૂરો ઉપર નાખવામાં આવીયો અને બાળ મજૂરો પાસે સફાઇ કરાવી એ પણ સેફ્ટી નાં સાધનો વગરજ હેન્ડ ગ્લોઝ કેં માસ્ક વિના જ આ બાળ મજદૂરોને ગટર સાફ કરાવવા માટે ઉતારાયા હતા. શું બાળકો ને કોઈ ચેપ નથી લાગતો ? આવી ઉનાઈ ગ્રામ પંચાયત ની બેદરકારી રૂપી કામગીરી થી જો બાળકોનાં સ્વાસ્થ ને હાની થાઈ તો જવાબદાર કોણ ? ભારત દેશ માં બાળ મજૂરી મનાઈ અને નિયમન ધારો ૧૯૮૬ નો આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.જેનુ સરેઆમ ઉલ્લંઘન ઉનાઈ ગ્રામ પંચાયતે કરીયુ છે .બાળ મજૂરી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને ઉનાઈ ગ્રામ પંચાયતે માનવ અધિકારનું હનન કરવામાં કાઇ બાકી નથી રાખીયુ જે આ ફોટો માં જોઈ શકાય છે .