गुजरात

પત્રકારોના હિતમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકારોના પ્રશ્નો ને ખાતરી પુર્વક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે

દહેગામ

અનિક મકવાણા

દહેગામ પત્રકાર એકતા સંગઠન દ્વારા ધારાસભ્ય શ્રીબલરાજસિંહ ચૌહાણ ને રૂબરૂ મળી ને પત્રકાર એકતા સંગઠને આવેદનપત્ર આપ્યો અને પત્રકારો ની સમસ્યા તેમજ માગણીઓ વિશે ચર્ચા કરી હતી. ફેબ્રુઆરી માસ મા ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને એક પત્ર લખી પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારો ના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેનો નિકાલ આજ સુધી કરવામાં આવેલ નથી. તે પત્ર પણ સામેલ રાખી આવેદનપત્ર આપવામાં આવ્યો હતો પત્રકાર એકતા સંગઠન ના હોદ્ધેદારો હાજર રહ્યાં હતાં તેમાં ઝોન પ્રભારી પ્રકાશભાઈ પંચોલી. ગાંધીનગર જિલ્લા પ્રમુખ કશ્યપ નિમાવત. ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ બ્રહ્મભટ્ટ. ગાંધીનગર જિલ્લા મંત્રી કાદર ભાઈ મેમણ. દહેગામ પત્રકાર એકતા સંગઠન ના તાલુકા પ્રમુખ જયદેવભાઈ બારોટ , શહેર પ્રમુખ રમણભાઈ રાઠોડ . તાલુકા સોસિયલ મીડિયા સેલ અનિલ મકવાણા.તાલુકા લીગલ સેલ છગનભાઇ સાગઠિયા. દહેગામ શહેર મંત્રી મહંમદસફી મેમણ.રમેશભાઈ ત્રિવેેદી. મુુુકેેસભાઈ અમીન  સાથે રહી મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ પત્ર લખવા તેમજ એક નકલ પત્રકાર એકતા સંગઠન ને આપવી તેવી રજુઆત કરવામાં આવી

Related Articles

Back to top button