गुजरात

દહેગામ નરોડા રોડ પર વાવાઝોડા થી ઝાડ પડી જતા વાહન વ્યવહાર ઠપ

આર એન્ડ બી અધિકારી દ્વારા ક્રેન મોકલી ઝાડ ને સાઈડમાં ખસેડવાની કામગીરી ચાલુ

દહેગામ

અનિલ મકવાણા

હવામાન વિભાગ દ્વારા વરસાદ તેમજ વાવાઝોડા ની આગાહી કરવામાં આવી હતી આશરે 8.30 વાગે દહેગામ થી નરોડા સ્ટેટ હાઇવે પર વડોદરા પાટીયા થી સોનારડા સુધી વરસાદ તેમજ વાવાઝોડા થી ઝાડ પડવાથી દહેગામ થી અમદાવાદ ને જોડતો માર્ગ બંધ થતાં વાહન ચાલકો હાલાકી ભોગવી પડી. રાત્રે સાડા નવ વાગે લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના એડીટરે R & B ના અધિકારી ને ટેલિફોનિક જાણ કરતા ચારલ સાહેબ એમજ કટારીયા સાહેબ તાત્કાલિક અસરથી ક્રેન દહેગામ થી મોકલી વાહન ચાલક ને તકલીફ દુર કરવા રોડ પરથી ઝાડ ક્રેન થી સાઈડ કરી ફરીથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો

Related Articles

Back to top button