દહેગામ તાલુકાના કડજોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયુર્વેદિક ઉકાળો નું વિતરણ કરાયું
દહેગામ
અનિલ મકવાણા
દહેગામ તાલુકાના કડજોદરા. ગલેવા. જુના થાભલિયા. નવા થાભલિયા. ચોપાપુરા. પાટણ હીરા તળાવ. ભકતોના મુવાડા. જેવા આજુબાજુ વિસ્તારમાં રહેતા ગ્રામજનોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું કડજોદરા ગ્રામજનો તેમજ કડજોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કડોદરા ખાતે કોરોના વાયરસ અંતર્ગત ફરજ બજાવતા પોલીસ કર્મીઓ હોમગાર્ડ જી.આર.ડી. ને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ સેવાકાર્યમાં અરવિંદ સિંહ ઝાલા (સચિનના ચાહક) ગુણવંત સિંહ ઝાલા અમિત સિંહ ઝાલા મહેન્દ્રસિંહ ઝાલા આ સેવાકાર્યમાં જોડાયા હતા. આયુર્વેદિક ઉકાળા વિતરણ નું આયોજન મનોજ બ્રહ્મભટ્ટ આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા પ્રમુખે કર્યું હતું આ સેવાકાર્યમાં સાથ સહકાર આપવા બદલ અરવિંદ સિંહ ઝાલા ગુણવંત સિંહ ઝાલા અમિત સિંહ ઝાલા મહેન્દ્રસિંહ ઝાલા નો મનોજ બ્રહ્મભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.