ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમકી | Clash between two groups of the same community in Fatehpura on evening of Dhuleti

![]()
Vadodara Crime : વડોદરામાં ફતેપુરાના ખારી તલાવડી વિસ્તારમાં ધૂળેટીની સાંજે જૂના ઝઘડાની અદાવતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. કુંભારવાડા પોલીસે સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કિશનવાડી શેરડીનગર સોસાયટીમાં રહેતા ભીખાભાઇ જ્યંતિભાઇ રાજપૂતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે અગાઉ અજય, પ્રકાશ તથા અંકિત સાથે ઝઘડો થયો હતો. ગઇકાલે ધૂળેટી હોઇ મારો ભત્રીજો લખન સ્કૂટર લઇને તેની બહેનને મળવા ફતેપુરા ખારી તલાવડી ગયો હતો. તે દરમિયાન ઉપરોક્ત ત્રણેય યુવકોએ મારા ભત્રીજા સાથે ઝઘડો કરતા હું, મારો ભાઇ, ભત્રીજો, તેની પત્ની તથા મારા ભાભી રિક્ષા લઇને ખારી તલાવડી ગયા હતા.તે દરમિયાન અંકિત તલવાર લઇને ઊભો હતો. તેણે છૂટ્ટો પથ્થર રિક્ષા તરફ ફેંકતા કાચ તૂટી ગયો હતો. અજય અને પ્રકાશે પણ પથ્થરમારો કરતા મારા ભત્રીજાને છાતી, તેની પત્નીને જમણા પગે ઇજા પહોંચી હતી. તેઓએ અમારા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે પ્રેમપ્રકાશ મારવાડીએ ભીખા રાજપૂત, રિંકેશ રાજપૂત, કનુ રાજપૂત તથા કાજલ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,આરોપીઓએ જૂના ઝઘડાની અદાવત રાખી પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



