પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext of investing in pre IPO shares

![]()
Vadodara Fraud Case : વડોદરાના સુસેન તરસાલી રીંગ રોડ પર અશ્વિન પાર્ક સોસાયટીમાં રહેતા કિર્તીભાઈ ધનજીભાઈ પંચાલ મકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગની કંપની ચલાવે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા ભાઈની દીકરીનું ડિમેટ એકાઉન્ટ દિપક મનહરરાવ કાલે (રહે-શંખ કોમ્પ્લેક્સ, નવાપુરા) પાસે ખોલાવ્યું હતું. જેથી અમારી ઓળખાણ દીપક સાથે થઈ હતી. તેમણે મને પ્રિઆઇપીઓ (અનલિસ્ટેડ શેર) લેવા માટે સમજાવતા હું સંમત થયો હતો.
મેં કુલ 1100 પ્રિ-આઇપીઓ શેર લેવા માટે 24.10 લાખ ચૂકવી આપ્યા હતા. પરંતુ અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ન હતા. દિપકે કાલે જણાવ્યું હતું કે મારા ઓળખીતા શેર બ્રોકર દીપ ભરતભાઈ પોપટ (રહે-ઇન્દ્રવેલા સોસાયટી, અટલાદરા-બિલ કેનાલ રોડ) ને કામ આપ્યું હતું. તેમજ દીપ પટેલે અન્ય શેર બ્રોકર તરુણકુમાર મુરલીધર રાઠી (રહે-પ્રથમ બ્યૂએટ, ન્યુ અલકાપુરી, લક્ષ્મીપુરા રોડ)નું નામ જણાવ્યું હતું. અમે રૂપિયા પરત મારતા તરૂણ રાઠીના એકાઉન્ટના ચેક આપ્યા હતા જે રીટર્ન થયા હતા.



