જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રેકડી ચલાવતા પિતા-પુત્રએ એક દલિત યુવાન પર હુમલો કરી નાકમાં ફેક્ચર કર્યું : હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Father and son in Nanakpuri area of Jamnagar attacked youth

![]()
Jamnagar Crime : જામનગરમાં સાધના કોલોની રોડ પર નાનકપુરી વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં નોનવેજની રેકડી ચલાવતા બોદુભાઈ સતારભાઇ અને તેના પિતા સતારભાઈ બન્નેએ પોતાની રેકડી પર નાસ્તો કરવા માટે આવેલા રાજેશ હમીરભાઈ સાદીયા નામના 48 વર્ષના દલિત યુવાન પર હુમલો કરી તેના નાકમાં ફેક્ચર કરી નાખ્યું હતું, તેમજ પગ ભાંગ્યો હતો.
ઉપરાંત પોતે દલિત જ્ઞાતિનો હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યો હતો, જેથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે રાજેશ સાદીયાની ફરિયાદના આધારે બોદુભાઈ સતારભાઈ અને તેના પિતા સતારભાઈ સામે એસ્ટ્રોસિટી તેમજ હુમલા સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદી દલિત યુવાન આરોપીની રેકડી પર નાસ્તો લેવા માટે ગયો હતો, જે દરમિયાન પાર્સલ બનાવવામાં વાર લાગી હોવાથી ફરિયાદી યુવાને કહેવા જતાં રેકડી ધારક ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે એસટીએસસી સેલના ડીવાયએસપી વધુ તપાસ ચલાવી રહ્યા છે.



