गुजरात
વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls rescued after fire breaks out on 3rd floor of Racecourse apartment due to gas leakage

![]()
Vadodara : વડોદરાના રેસકોસ વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો બચાવ થયો હતો.
પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ આજે સવારે રૂમમાં હાજર હતી તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી.
આગના ભડકા અને ધુમાડાને કારણે યુવતીઓએ ગભરાઈને બૂમરાણ મચાવી હતી. જોકે સમય સૂચકતા વાપરીને તેઓ તરત જ રૂમની બહાર દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડને બોલાવી લીધી હતી.
વાડી ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા અને ગેસ લીકેજ ચાલુ હતો. જેથી આ કાબુલી સિલિન્ડર ટેરેસ પર મૂકી દેવામાં આવ્યો હતો. આમ, યુવતીઓની હિંમતને કારણે તેમનો બચાવ થયો હતો.



