गुजरात
વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of the 5 MLAs attended the district panchayat meeting during 5 years

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મુદત પુરી થવા આવી છે ત્યારે પાંચ વર્ષ દરમિયાન એક પણ ધારાસભ્ય જનરલ બોર્ડ મીટિંગમાં આવ્યા નથી.
વડોદરા જિલ્લા પંચાયતની દર ત્રણ મહિને જનરલ બોડી મીટિંગ મળતી હોય છે.જેમાં જિલ્લાના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવતા હોય છે અને તેમને એજન્ડા પણ મોકલવામાં આવતા હોય છે.
જો કે,ભૂતકાળમાં ધારાસભ્યો આવી સભામાં હાજર રહીને રજૂઆત કરતા હોવાના કિસ્સા મોજૂદ છે.પરંતુ છેલ્લા દોઢ-બે દાયકાથી આ પરંપરા જળવાતી નથી. ધારાસભ્યો હાજરી આપતા નહિ હોવાથી તેઓ આમંત્રિત સભ્ય છે તેની જાણ પણ ખૂબ ઓછાને હોય છે.વડોદરા જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની ટર્મ પુરી થવાને માંડ બે મહિના રહ્યા છે ત્યારે દર વખતની જેમ આ ટર્મમાં પણ એક પણ ધારાસભ્ય દેખાયા નથી.
ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો આવી મીટિંગમાં ધારાસભ્યો હાજર રહે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.



