राष्ट्रीय

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove he is a Hindu he will be declared a fake Hindu: Shankaracharya



– મે શંકરાચાર્ય હોવાનું પ્રમાણ આપ્યું હવે યોગીનો વારો

– માત્ર ભગવા વસ્ત્ર પહેરી લેવાથી કે ભાષણ આપી દેવાથી હિન્દુ નથી બની જવાતું, કસોટીમાંથી પસાર થવું પડે છે 

કાશી : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. શંકરાચાર્ય હોવાનું પ્રમાણ માગવામાં આવ્યું જેના જવાબમાં હવે શંકરાચાર્યએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે મે તો શંકરાચાર્ય હોવાનું પ્રમાણ આપ્યું હવે યોગી આદિત્યનાથનો વારો છે, ૪૦ દિવસની અંદર યોગી સાબિત કરે કે તે પોતે હિન્દુ છે નહીં તો અમે ધર્મ સભા કરીને યોગીને નકલી હિન્દુ ઘોષિત કરીશું.

જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શુક્રવારે કાશીમાં શંકરાચાર્ય ઘાટ સ્થિત શ્રીવિદ્યામઠમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસે મારા પદ અને પરંવરાનું પ્રમાણ માગ્યું જે મે પુરુ પાડયું કેમ કે સત્યને સાક્ષ્યથી ભય નથી હોતો, પરંતુ હવે પ્રમાણ આપવાનો સમય છે, સંપૂર્ણ સનાતની સમાજની તરફથી હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે હિન્દુ હોવાનું પ્રમાણ માગુ છું. માત્ર ભગવા વસ્ત્ર ધારણ કરવા કે ભાષણ આપવાથી કોઇ હિન્દુ નથી બની જતું. તેના માટે કસોટીમાંથી પસાર થવું પડે છે આ કસોટી છે ગૌ-સેવા અને ધર્મ રક્ષણ, ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપીને યોગી હિન્દુ હોવાનું સાબિત કરે નહીં તો ૪૦ દિવસ બાદ અમે ધર્મસભા કરીને યોગી આદિત્યનાથને નકલી હિન્દુ જાહેર કરી દઇશું. 

તાજેતરમાં મૌની અમાસે શંકરાચાર્યને માઘ મેળામાં સ્નાન કરતા રોકવામાં આવ્યા, કેટલાક સંતો સાથે મારપીટ કરાઇ વગેરેના આરોપો થયા, એટલુ જ નહીં મેળા પ્રશાસને શંકરાચાર્ય પાસેથી શંકરાચાર્ય હોવાનું પ્રમાણ પણ માગ્યું હતું. જેને કારણે વિવાદ વકર્યો, ૧૧ દિવસ સુધી પ્રયાગરાજમાં ધરણા પૂર્ણ કર્યા બાદ શંકરાચાર્ય હાલ કાશી પહોંચ્યા છે. જ્યાં તેમણે યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

 તેમણે જાહેરાત કરી છે કે જો ૪૦ દિવસમાં યોગી આદિત્યનાથ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો નહીં આપે તો આગામી ૧૦થી ૧૧ માર્ચના લખનઉમાં પુષ્ય ધરા પર સમ્પૂર્ણ સન્ત સમાજની બેઠક યોજવામાં આવશે, આ ધર્મસભામાં યોગી આદિત્યનાથને નકલી હિન્દુ જાહેર કરવામાં આવશે.

 જે સરકાર ગૌમાતાનું રક્ષણ ના કરી શકે તેને હિન્દુ ગણાવાનો કોઇ અધિકાર જ નથી.

 ખાસ કરીને એ યોગીને બિલકુલ નહીં જે ગુરૂ ગોરશ્વનાથની પવિત્ર ગાદીના ખુદને મહંત ગણાવે છે. ભારતમાંથી વિદેશમાં માંસ નિકાસ થાય છે તેમાં ઉત્તર પ્રદેશની ભાગીદારી ૪૦ ટકાથી વધુ છે. આ તમામ માંસની નિકાસનો ડેટા ભેંસના માંસ તરીકે નોંધાય છે પરંતુ હકિકત એ છે કે ડીએનએ પરીક્ષણ વગર મોકલાતા આ માંસમાં ગૌવંશને પણ કાપવામાં આવે છે.  



Source link

Related Articles

Back to top button