गुजरात

ખંડણીખોર ભરત રબારી અને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been registered against extortionist Bharat Rabari and his gang under the Gujsitok Act



ગાંધીનગર-અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં આતંક મચાવતા

ભય પેદા કરનાર માથાભારે શખ્સોની ટોળકી સામે અત્યાર સુધીમાં
હત્યાના પ્રયાસ
, ખંડણી, આર્મ્સ એક્ટ, જમીન પચાવવા
સહિતના નવ ગુના નોંધાયા

ગાંધીનગર : ગાંધીનગર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જીલ્લામાં અસામાજીક
પ્રવૃતિઓ આચરી નિર્દોષ નાગરીકોમાં ભય પેદા કરતી સંગઠીત ગુન્હાહિત ગેંગના માથાભારે
ભરત સુખાભાઇ રબારી અને તેના પાંચ સાગરીતો વિરુધ્ધ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે
લાલ આંખ કરી છે. આ ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ
ક્રાઇમ એકટ હેઠળ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા
પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જિલ્લામાં સામાજિક તત્વો દ્વારા ગેરકાયદે
પ્રવૃત્તિઓ આચરીને સામાન્ય નાગરિકોને રંજાડી ભય પેદા કરતા તત્વો સામે ગુજસીટોક
જેવા આક્રમક પગલા લેવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાને સૂચના આપવામાં આવી
હતી. જેના પગલે તપાસ કરવામાં આવી હતી અને જણાયું હતું કે ગાંધીનગરમાં રહેતા ભરત
સુખા રબારી અને તેની ગેંગ ગાંધીનગર જીલ્લા
,
અમદાવાદ શહેર, પાટણ તથા
સુરેન્દ્રનગર જીલ્લામાં મિલકત અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરી પોતાનો ખોફ
ફેલાવતા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે ગઢવી દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી જેમાં
જાણવા મળ્યું હતું કે
, આ ટોળકી
સામે ભૂતકાળમાં
, ખૂનની
કોશીષ
, ખંડણી, આર્મ્સ એકટ, બનાવટી દસ્તાવેજો
ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી
,
ગેર-કાયદેસર મંડળી રચી હુમલા કરવા જેવા ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ આ
ગેંગે પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ સાથે હુમલો કરી ૫૦ લાખની ખંડણી માંગી
હોવાનો ગુનો પણ નોંધાયો હતો. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં આ ગેંગ વિરુદ્ધ કુલ ૯
ગુના દાખલ થયા છે. જેથી આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા
પોલીસવડા મારફતે ગાંધીનગર રેન્જ ડીઆઈજીને વિગતવાર દરખાસ્ત કરવામાં આવી હતી. જેને
મંજૂરી આપી દેવામાં આવતા ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સૂત્રધાર ભરત
સુખાભાઈ રબારી સહિત તેના અન્ય પાંચ સાગરીતો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ
એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર
એલસીબીએ આ આરોપીઓ પૈકી અજમલ સુખાભાઈ રબારીને ઝડપી લીધો છે જ્યારે અન્ય બે ફરાર
આરોપી ભોજા ભુરા ભરવાડ અને રવિ સેવંતીભાઈ નાઈની શોધખોળ શરૃ કરી છે. ભરત રબારી સહિત
ત્રણ આરોપીઓ હાલ પાટણ જેલમાં બંધ છે.

ગુજસીટોક ધારા હેઠળના ગુનાના આરોપીઓ

(૧)
ભરતભાઇ સુખાભાઇ રબારી
, રહે.
પ્લોટ નંબર – ૨૫૮/૦૧
, સેક્ટર –
૪ એ
, ગાંધીનગર
મુળ રહે. શીપર ગામ
, તા.શંખેશ્વર, જી.પાટણ (૨)
હરીભાઇ સુખાભાઇ રબારી  રહે. મ.નં – એ/૪૦૪
, શિક્ષાપત્રી
સ્કાયકોર્ટ
, સરગાસણ, ગાંધીનગર મુળ
રહે. શીપર ગામ
, તા.શંખેશ્વર, જી.પાટણ  (૩) અજમલભાઇ સુખાભાઇ રબારી  રહે. ૨૫૮/૦૧, સેક્ટર – ૪ એ,
ગાંધીનગર શહેર મુળ રહે. શીપર ગામ,
તા.શંખેર્શ્વર જી.પાટણ (૪) બળદેવભાઇ વિરમભાઇ રબારી  રહે. મ.નં.-૫૦૨, શ્રીરંગ નેનોસીટી,
સરગાસણ, ગાંધીનગર
મુળ રહે. ભલગામ
, તા.પાટડી
જી.સુરેન્દ્રનગર (૫) ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ 
રહે. મ.નં.- બી/૫૦૩
,
શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, ગાંધીનગર મુળ
રહે. જાડીયાણા ગામ
, તા.પાટડી
જી.સુરેન્દ્રનગર (૬) રવિભાઇ સેવંતીભાઇ નાયી 
રહે. ગોકુલપુરાના છાપરામાં
,
સેક્ટર – ૧૪, ગાંધીનગર

ગેંગના ભોગ બનેલાઓને ફરિયાદ કરવા પોલીસની અપીલ

ગાંધીનગર પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો આ ગેંગ દ્વારા
કોઇ નિર્દોષ નાગરીક સામે ગુનો આચરવામાં આવ્યો હોય અથવા ડરના કારણે ફરિયાદ કરવાનું
ટાળ્યું હોય
, તો તેઓ
નિર્ભય બનીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૧ અથવા નાયબ પોલીસ અધિક્ષકનો સંપર્ક કરી શકે છે.
માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં
, આ ગેંગને આશરો આપનાર કે આથક મદદ કરનાર વિરુદ્ધ પણ કાયદેસરની
કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button