ફરહાને ડોન થ્રી મુલત્વી રાખી, હવે જી લે જરા પર ફોક્સ કરશે | Farhan postpones Don 3 will now focus on Jee Le Jara

![]()
– કાસ્ટિંગના કકળાટથી કંટાળી ફિલ્મ પડતી મૂકી
– આલિયા, પ્રિયંકા અને કેટરિનાની અનુકૂળ તારીખો મેળવવા માટે વાતચીત શરૂ કરી
મુંબઇ : કાસ્ટિંગમાં અનેક ફેરફારો થતાં ફરહાન અખ્તરે હવે ‘ડોન થ્રી’ ફિલ્મ મુલત્વી રાખી છે અને ‘જી લે જરા’ પર ફોક્સ કરવાનું નક્કી કર્યું છે.
‘જી લે જરા’ માટે પ્રિયંકાચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટને ફાઇનલ કરવામાં આવી હતી. અગાઉ એમ મનાતું હતું કે આ ફિલ્મ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, હવે અપડેટ અનુસાર ‘જી લે જરા’ની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. અગાઉ આ ત્રણેય હિરોઈનની તારીખો મળવાની સમસ્યા હતી. પરંતુ, હવે ફરહાને એ ત્રણેય સાથે આ અંગે વાતચીત પણ શરુ કરી છે. ફિલ્મનું શૂટિંગ આ વરસે શરૂ કરવાની ફરહાનની યોજના છે. ‘ડોન થ્રી’ માટે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં નક્કી થઈ ગયો હતો. પરંતં ‘ધુરંધર’ની સફળતા પછી તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.
ફિલ્મમાં વિલન તરીકે વિક્રાંત મેસ્સીની પસંદગી થઈ હતી પરંતુ તેણે પણ આ ફિલ્મ છોડી દીધી હતી.



