Photo: જોન અબ્રાહમની ચોંકાવનારી તસવીર વાઈરલ, ફેન્સે કહ્યું- ‘એક્ટર બીમાર લાગી રહ્યો છે’ | John Abraham’s Shocking Transformation Fans Concerned Over Actor’s Viral Clean Shave Look

![]()
John Abraham’s Shocking Transformation: અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેની ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. જોન અબ્રાહમના કેટલાક નવા ફોટા વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટામાં જોનનો લુક સંપૂર્ણપણે અલગ દેખાય છે. જે જોઈને ચાહકો તેને ઓળખી પણ શકતા નથી.
જોન અબ્રાહમનો ક્લીન-શેવ લુક વાઈરલ
ફોટામાં જોન ટીમના એક મેમ્બર સાથે પોઝ આપતો જોવા મળે છે. જેમાં તેણે ક્લીન-શેવ અને ભૂરા વાળમાં દેખાય છે. જોને કાળું ટી-શર્ટ પહેરેલું હોય છે અને પોઝ આપતી વખતે હસતો જોવા મળે છે.
ચાહકોએ કરી કોમેન્ટ
આ પોસ્ટ પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “શું જોને તેના વાળ પર કલર કર્યો છે?” બીજાએ લખ્યું કે, “કેવો લાગતો હતો માણસ અને આજે તે કેવો બની ગયો છે? ધૂમ 1માં તે ખૂબ સારો દેખાતો હતો.”
કેટલાક યુઝર્સે પૂછ્યું કે, “શું જોન બીમાર છે.” ચાહકો પણ તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત દેખાતા હતા. કેટલાકે તો એવું પણ લખ્યું કે, “એવું લાગે છે કે જોનનું વજન ઘટી ગયું છે. તેના ચહેરા પર કરચલીઓ દેખાઈ રહી છે.”
કેટલાક યુઝર્સે જોનને ટેકો આપ્યો
જોકે, કેટલાક ચાહકોએ જોનને ટેકો આપ્યો અને ટ્રોલ્સનો જવાબ આપ્યો. એકે લખ્યું કે, “જોનને એકલો છોડી દો. તે 54 વર્ષનો છે. લોકો આ ઉંમરે બદલાય છે. તેને જજ ન કરો. લવ યુ જોન અબ્રાહમ.”
આ ફિલ્મમાં જોવા મળશે જોન
જોન છેલ્લે “તેહરાન” ફિલ્મમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે સ્પેશિયલ ઓફિસર રાજીવ કુમારની ભૂમિકા નીભાવી હતી. આ ફિલ્મમાં નીરુ બાજવા, માનુષી છિલ્લર અને મધુરિમા તુલી જેવા સ્ટાર્સ પણ હતા. જોન આગામી ફિલ્મ “ઓસ્લો: અ ટેલ ઓફ પ્રોમિસ” માં જોવા મળશે, જે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે જેનું સત્તાવાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. એવા પણ અહેવાલો છે કે, તે રાકેશ મારિયાની બાયોપિકમાં દેખાશે. તેમજ “ફોર્સ 3″માં પણ કામ કરી રહ્યો હોવાનું જણાય છે.



