मनोरंजन

મુશ્કેલીમાં રણવીર સિંહ: ‘કાંતારા’ ફેમ દૈવા પરંપરાની મજાક ઉડાવવી પડી ભારે, બેંગલુરુમાં કેસ દાખલ | Ranveer Singh in trouble: ‘Kantara’ fame made fun of Daiva tradition



Ranveer Singh in trouble: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન ‘ચાવુંડી દૈવા’ પરંપરાનું અપમાન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. વકીલ પ્રશાંત મેથલની ફરિયાદ બાદ કોર્ટે હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196, 299 અને 302 હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે.

આ વિવાદ નવેમ્બર 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન સર્જાયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર ‘પંજુરલી’ અને ‘ગુલિગા’ દૈવા (જે ફિલ્મ ‘કાંતારા’ દ્વારા પ્રખ્યાત થયા છે) ના પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી. વધુમાં, તેમણે ચાવુંડી દૈવાને ‘મહિલા ભૂત’ તરીકે સંબોધ્યા હતા, જ્યારે તે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે પૂજાય છે.

રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો માત્ર ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તેઓ દરેક સંસ્કૃતિનું સન્માન કરે છે. જોકે, કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે અને આગામી સુનાવણી 8 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button