गुजरात

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં એકાઉન્ટન્ટે રૂ. 2.14 કરોડની ઉચાપત કરી | Accountant embezzled Rs 2 14 crore in Bhavnagar District Co Bank Jalalpur branch



– એકાઉન્ટન્ટના પત્નીએ ડાયરેક્ટર પર આક્ષેપ કરી આત્મહત્યાની ધમકી આપી

– ધારકોનાં ખાતાની કોમ્પ્યુટર એન્ટ્રીઓમાં છેડછાડ કરી ખોટી એન્ટ્રીઓ કરી બેન્કના ખાતેદારોનાં નાણાં ઉપાડી લીધાં

ગઢડા : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ પત્નીને સાથે રાખી રૂ.રૂ.૨,૧૪,૯૯,૦૦૦ની ઉચાપત કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગઢડાના નવા બસ સ્ટેશન પાસે રહેતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પોપટભાઈ પરમારે ઢસા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા આનંદકુમાર પોપટભાઈ સાગર (રહે. ઢસા, તા.ગઢડા)ના કાર્યક્ષેત્ર હેઠળની ભાવનગર ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કની જલાલપુર શાખાના ખાતા ધારકોનાં ખાતામાંથી કોમ્પયુટરમાં એન્ટ્રીઓમાં છેડછાડ કરી ખોટી એન્ટ્રીઓ કરી બેન્કના ખાતેદારોનાં નાણાઓ એકબીજાનાં ખાતાઓમાથી ખોટી રીતે ઉપાડ કરી પોતાનાં બચત ખાતા અને સીસી ખાતામાં જમા કરી તેમજ તેમની પત્ની જાગૃતિબેનનાં ખાતામાં મોટી રકમો ટ્રાન્સફર કરી કુલ મળી રૂ.૨,૧૪,૯૯,૦૦૦ની ઉચાપત કરી આ રકમો પોતાનાં અંગત ઉપયોગમાં વાપરી જઈ નાણાંની ઉચાપત કરી પોતે મેળવેલ નાણા માટે હકદાર નહી હોવા છતા ગેરકાયદેસર રીતે બેન્કનાં ખાતેદારનાં નાણાનો લાભ મેળવી બેન્કને ગેરકાયદે નુકસાન કર્યું હતું. આમ, આનંદકુમાર સાગર દ્વારા અન્ય ગ્રાહકોની રકમ ઉપાડી લઈ ઢસા જંકશની બ્રાન્ચના બચત પોતાના ખાતાંમાં મેળવી પત્ની જાગૃતિબેન ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા અને ઉચાપતમા સંડોવાયાની આનંદકુમારના પત્નિ જાગૃતિબેન ઢસા ગામ શાખામા રહેલ લોકર ખોલવા માટે ગઇ તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આવતા હેડ ઓફિસની સુચના અનુસાર તે લોકર પણ હોલ્ડ ઉપર મુકવામા આવેલ છે અને તે લોકરમા તેના પિતાએ આપેલ દાગીનાની પોટલી સચવવા મુકેલ છે. તે લેવા આવેલ હોવાનું જણાવેલ અને જાગૃતિબેને બેન્કમાં અરજી આપી એવી ધમકી આપેલ કે તે આત્મ હત્યા કરશે અને બેન્કના અધિકારી તથા બેન્કનાં ડાયરેક્ટર વલ્લભભાઈ વિરૂધ્ધ પણ આક્ષેપો કર્યાં હતા. આ બનાવ સંદર્ભે બેંક મેનેજરે ઢસા પોલીસ મથકમાં રૂ.રૂ.૨,૧૪,૯૯,૦૦૦ની ઉચાપત પતિ-પત્નીએ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

હેડ ઓફિસ દ્વારા ગઠન કરવામાં આવેલ તપાસ કમીટીનો રીપોર્ટ

– જલાલપુર શાખામાં થયેલ ઉચાપત વાળા કુલ-૫૧ ખાતાઓની તા. ૦૧ મે ૨૦૨૩ થી તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનાં લગત દિવસોના કેશ તથા ટ્રાન્સફર સ્ક્રોલ

– જલાલપુર શાખામાં થયેલ ઉચાપત વાળા કુલ-૫૧ ખાતાઓની તારીખ ૦૧ મે ૨૦૨૩ થી તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ખાતાનાં ઉતારા (સ્ટેટ મેન્ટ) આનંદકુમારનાં ખાતા સહીત

– ફરીયાદ કરવાનો અધિકારપત્ર

– આનંદકુમારનો જલાલપુર શાખામાં હાજર થવા અંગેનો રીપોર્ટ

– સાયબર પોલીસ સ્ટેશન બેંગલોરનો તથા ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક અમદાવાદનો ઇ-મેઇલ



Source link

Related Articles

Back to top button