गुजरात

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in Soldi village



– પોલીસે 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

– ધ્રાંગધ્રા તાલુકા પોલસ મથકમાં ઝડપાયેલા શખ્સ સહિત બે શખ્સ સામે ગુનો નોંધ્યો 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના સોલડી ગામે દારૂની ૧૪૨૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે ૪.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફે સોલડી ગામથી બાઈસાબગઢ ગામ તરફ જવાના રસ્તે આવેલી સીમમાં ઈંગ્લીશ દારૂ છુપાવેલો હોવાની બાતમીને આધારે દરોડો પાડયો હતો. જેમાં ઈંગ્લીશ દારૂની ૧૪૨૦ બોટલ (કિં.રૂ.૪,૦૨,૦૫૦)ના મુદામાલ સાથે ઈશ્વરભાઈ ઉર્ફે હકો ભગવાનભાઈ ઝેઝરીયા (રહે. સોલડી)ને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ આપનાર શખ્સ દિનેશ ઉર્ફે ભૂરો ભલાભાઈ ગોલતર (રહે. સોલડી) હાજર મળી આવ્યો નહોતો. આથી ઝડપાયેલા શખ્સ સહિત બે શખ્સો વિરુધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 



Source link

Related Articles

Back to top button