રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સ્ટેશન પરથી દોડશે વન-વે સ્પેશિયલ ટ્રેનો | Western Railway Special Trains: One Way Specials Between Sabarmati Bikaner & Porbandar Jodhpur

![]()
Western Railway Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ તથા સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–બીકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વિશેષ ભાડા પર બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ
ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ શુક્રવાર, 30 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના સાબરમતીથી 17:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06:30 કલાકે બીકાનેર પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ
ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર સ્પેશિયલ રવિવાર, 01 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરથી 19:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13:00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન વાંસજાલિયા, લાલપુરજામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન સંખ્યા 09491 અને 09291નું બુકિંગ 29 જાન્યુઆરી, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસિટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.



