50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar App verify your identity Features of the new Aadhaar app

![]()
New Aadhaar App: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નવી આધાર એપ (Aadhaar App)ને લોન્ચ કરી દીધી છે. એપના લોન્ચિંગ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં UIDAIના અધિકારીઓને એપમાં આપવામાં આવેલી સુવિધા અંગે ચિતાર આપ્યો હતો. હાલમાં જે આધાર એપ છે તેમાં નવું અપડેટ આવ્યું, જેમાં તમે ફોટો, નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને અન્ય વિગતો છુપાવી શકો છો. પરિવારના ઘણા સભ્યોના આધાર કાર્ડને એક જ એપમાં મેનેજ કરવાનું પણ ફીચર્સ આપવામાં આવ્યું છે. આ પ્રકારના 50થી વધુ ફીચર્સ સાથે નવી એપ લોન્ચ કરવામાં આવી છે
આધાર કાર્ડ ધારક વ્યક્તિને જ સંપૂર્ણ કંટ્રોલ
નવી આધાર એપને અનેક સુવિધાઓ યુઝર્સને આપવામાં આવી છે. જેમાં આધાર કાર્ડ ધારક વ્યક્તિને જ સંપૂર્ણ કંટ્રોલ આપવામાં આવ્યો છે. યુઝર્સ જ જાતે જ પસંદ કરી શકશે તે કઈ કઈ વિગતો બતાવવા માંગે છે અને કઈ કઈ નહીં, વિગતોને છુપાવવા માટે એપમાં જ આધાર કાર્ડ ધારકને પસંદગી માટે બોક્સ મળશે, જેમાં યુઝર્સ ચેક અને અનચેક કરી શકશે. આ ઉપરાંત યુઝર્સ પોતાની માહિતી છુપાવી પણ શકે છે અને બતાવી પણ શકે છે. સાથે જ તેમાં આધાર નંબરને પણ છુપાવી શકાશે.
ફટાફટ અપડેટ કરી લેજો
એપ જ્યારે ખુલશે ત્યારે યુઝર્સને માત્ર એક QR Code દેખાશે. યુઝર્સ એક ક્લિકમાં જ સંપૂર્ણ વિગતો જોઈ શકશે. નવી આધાર એપ Android અને iOS માટે રિલીઝ કરવામાં આવી છે. જે લોકોના ફોનમાં પહેલાથી જ આધાર એપ છે તેમાં અપડેટ કરવાનું રહેશે.
શું છે ઉદ્દેશ્ય?
આ ફેરફારથી એ લાખો નાગરિકોને ફાયદો થશે જે સરકારી તેમજ અંગત કાર્યમાં રોજિંદા આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. આ અપડેટ આધાર કાર્ડને કાગળમાંથી ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો પ્રત્યન છે. જેનો ઉદ્દેશ્ય ઝડપી ઓળખ વેરિફિકેશન પ્રક્રિયા, સુરક્ષા સાથે કોઈ પણ સ્થળે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આનાથી ન માત્ર સમયની બચત થશે પણ ઓળખ સાથે થતી છેતરપિંડી અને ડેટા ફોટોકોપીનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.
Aadhaar Appના નવા વર્ઝનમાં શું છે ખાસ?
1: ડિજિટલ ઓળખ, આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરી નહીં.
હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ ફોનમાં Aadhaar Appમાં બતાવતી ઓળખ જ પ્રમાણિત મનાશે. જે હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળો પર ઓળખને સત્યતા માટે ઉપયોગમાં લઈ શકાશે
2: QR કોડ આધારે થશે ઓળખ
નવા એપમાં QR કોડ સ્કેનિંગની સુવિધા હશે, જેથી માત્ર QR કોડને સ્કેન કરી સરળ રીતે ઓળખની ચકાસણી થઈ શકશે.
3: આધાર એપમાં હવે નીચે મુજબની અપડેટ કરી શકાશે, જેથી સમય અને સરકારી કચેરીના ધક્કા બચશે..
-રહેઠાણ અપડેટ
-મોબાઈલ નંબર અપડેટ
4: ઓનલાઈન આધાર વેરિફિકેશન: આ સુવિધાથી લોકો પોતાનો આધાર નંબર જણાવ્યા કે શેર કર્યા વગર જ પોતાની ઓળખની પુષ્ટિ કરી શકશે.
5: બાયોમેટ્રિક લોક: યુઝર્સને બાયોમેટ્રિક લોક કરવાની સુવિધા મળશે, જે થકી યુઝર્સ ફિંગર પ્રિન્ટ, ચહેરો (ફેસ), અને આંખનું સ્કેન(આઇરિસ સ્કેન)નો ઉપયોગ રોકવા માટે બાયોમેટ્રિક લોક જાતે જ કરી શકશે.
6: એપમાં આધાર અંગે પહેલા કરવામાં આવેલા આધાર પ્રમાણીકરણ (આધાર ઓથેન્ટિકેશન)ને પણ ચેક કરી શકાશે.
7: 13 ભારતીય ભાષામાં આધાર એપ ઉપલબ્ધ રહેશે.
જાણો નવી આધાર એપમાં કેવી રીતે મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ કરી શકાશે
-આધાર એપમાં લૉગ ઈન કરો
-હોમ સ્ક્રીન પર આધાર ડિટેલ્સ અપડેટના સેકશનમાં જાઓ
-મોબાઈલ નંબર કે એડ્રેસ શું ફેરફાર કરવું છે તે જણાવો
-નવી વિગતો નાખો, એપમાં જણાવ્યા મુજબ તેનું વેરિફિકેશન પૂર્ણ કરો
-અપડેટ માટે 75 રૂપિયાની ફી ભરો
-વેરીફાઈ થયા બાદ અપડેટ વિગતો પ્રોસેસ થશે જે બાદ આધાર રેકોર્ડમાં જોવા મળશે



