गुजरात

માતા-પિતાને બાઈક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી, માતા ઊંધા માથે પટકાઈ | young man who was taking his parents on bike jumps speed breaker woman injured



Vadodara Accident : વડોદરા નંદેશરી વિસ્તારમાં સ્પીડ બ્રેકરને કારણે બનેલા અકસ્માતના એક બનાવમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. નંદેસરીના ચામુંડા નગર ખાતે રહેતા રમેશભાઈ રાઠવા એ પોલીસને કહ્યું છે કે આ 27મી વહેલી સવારે એક દુઃખદ પ્રસંગે હું અને મારી પત્ની શકરીબેન 20 વર્ષ પુત્ર સોપાર સાથે ઘોઘંબા ખાતે વતનમાં જઈ રહ્યા હતા.

પરોઢિયે સાડા પાંચેક વાગે અંધારું હોવાથી મીની નદી પાસે ગુજરાત ચોકડી નજીક પુત્રને સ્પીડ બ્રેકર નહીં દેખાતા ફૂલ સ્પીડમાં જતી બાઇક ને અકસ્માત થયો હતો અને મારી પત્ની ઊંધા માટે રોડ પર પટકાઈ હતી. જેથી તેને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે પુત્ર સામે ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button