गुजरात
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં રહેતા શાકભાજીના રેકડી ધારકને પૈસાની ઉઘરાણીના મામલે માર માર્યો : પોલીસ ફરિયાદ | Vegetable vendor living in Ranjit Nagar area of Jamnagar beaten up for extorting money

![]()
Jamnagar Crime : જામનગરમાં રણજીત નગર પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા અને શાક બકાલાની રેકડી ચલાવતા હિતેશ જગદીશભાઈ દુલાણી નામના 31 વર્ષના વિક્રેતાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે રણજીતનગર વિસ્તારમાં જ રહેતા પૃથ્વીરાજસિંહ ચૌહાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને આજથી પાંચ વર્ષ પહેલા આરોપી પાસેથી હાથ ઉછીના પૈસા મેળવ્યા હતા, જે પરત આપી દીધા હોવા છતાં પૃથ્વીરાજસિંહ ચૌહાણ તેને હેરાન પરેશાન કરી પૈસાને ઉઘરાણી કરતો હોવાનું અને મારકુટ કરતો હોવાનું પોલીસમાં જણાવાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



