गुजरात
જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત ત્રણ પર હુમલો | Clashes broke out in Jodiya’s Ranjitpar while trying to stop 3 people from illegally mining

![]()
Jamnagar : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ નામના 33 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ગામના ઉમેદભાઈ ગાંગાણી અને જયંતીભાઈ રાઠોડને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા નિલેશભાઈ માલવીયા, ઉપરાંત રૈનિસ પટેલ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ગેરકાયદે રીતે રેતીનું ખનન કરતા હોવાથી તેઓના વાહનોને અટકાવવા જતાં આ હુમલો અને ગાળા-ગાળી કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.



