આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp and splendor in Anand and Kheda districts

![]()
– ‘તિરંગા’ના રંગે રંગાયું આખું ચરોતર
– લોકશાહીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી : ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું
આણંદ,નડિયાદ : આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા કક્ષાની અને ખેડા જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ ખાતે ૭૭મા ‘પ્રજાસત્તાક દિવસ’ની આન,બાન, શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ ડોગ સ્કોડ દ્વારા ડોગ-શો, રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ખંભાત તાલુકાના વિકાસ કામો અર્થે રૂ. ૨૫ લાખની રકમ એનાયત કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ ડોગ સ્કોડ દ્વારા ડોગ-શો, રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લાના અંદાજે ૧૨ જેટલા વિભાગો દ્વારા આકર્ષક ટેબ્લો પ્રદશત કરવામાં આવ્યા હતા. તેમજ ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃ કમગીરી કરનાર સરકારી વિભાગ-કચેરીના અધિકારી, કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું. આ તકે શાળાઓને પણ સુંદર સાંસ્કૃતિક કૃતિઓના પ્રદર્શન બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ખંભાત તાલુકાના વિકાસ કામો અર્થે રૂ. ૨૫ લાખની રકમનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટરને એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ ઉજવણીના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જ્યારે ખેડા જિલ્લામાં પણ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી જિલ્લા, પોલીસ વડાની કચેરી ખાતે પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વસો તાલુકાના રૂણ ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં દરેક તાલુકા મથકે તેમજ પોલીસ સ્ટેશનોમાં, ઠેર ઠેર સરકારી કચેરીઓ, શાળા કોલેજોમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.



