गुजरात

કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in car accident



– તળાજાના ધારડી ગામે આવેલા આશ્રમ પાસે

– પતિ-પત્નિ બાઈકમાં ધારડી જઈ રહ્યાં હતા, અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : તળાજા તાલુકાના ધારડી ગામે આવેલા આશ્રમ પાસે કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપડયું છે. બનાવ અંગે કારના ચાલક વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા ધર્મશગીરી રતીગીરી ગોસ્વામીએ અલંગ પોલીસ મથકમાં જીજે-૦૪-ડીએન-૬૩૫૭ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૫-૦૧ના રોજ બપોરના સમયે તેઓ તથા તેમના બહેન અને તેમના માતા-પિતા અલગ-અલગ બે મોટર સાયકલમાં ધારડી તેમના મામાના ગામે જવા નિકળ્યા હતા. સાંજે ૪ કલાકના અરસામાં ધારડી ગામે કસ્તુરગીરી બાપુના આશ્રમની સામે પહોંચતા ઉક્ત જીજે-૦૪-ડીએન-૬૩૫૭ નંબરની કારના ચાલકે તેમના પિતાની બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમના માતા-પિતાને ઈજા પહોંચતા ઈમર્જન્સી ૧૦૮ મારફત તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમના માતા ઉષાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અલંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button