गुजरात

નવાયાર્ડમાં રિક્ષા રોકવા અંદર બેસી ગયેલા પોલીસને લઇ રિક્ષા દોડાવી,પથ્થરથી હુમલો કરી માર માર્યો | assault on police by auto driver at navayard



વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ પર હુમલાનો બનાવ બનતાં દારૃ પીધેલી હાલતમાં રિક્ષા ચાલકને ઝડપી પાડયો છે.જ્યારે,ફરાર થયેલા ત્રણ સાગરીતોની તપાસ હાથ ધરાઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,નવાયાર્ડ ડી કેબિન પાસે ગઇકાલે સવારે હેકો ધર્મેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે રિક્ષામાં જતા ચાર જણાને અટકાવ્યા હતા.આ વખતે મોહદ શાહનવાજ જીયાઉદ્દીન કાઝીએ નીચે ઉતારીને શું કામ છે તેમ કહી બોલાચાલી કરી હતી.જેથી અન્ય સાગરીતોએ ઝપાઝપી કરી હતી.

આ વખતે ધર્મેન્દ્રસિંહે વધુ પોલીસ બોલાવતાં ત્રણ સાગરીતો ફરાર થઇ ગયા હતા.જ્યારે રિક્ષા ચાલક પણ ભાગવા જતાં હેડકોન્સ્ટેબલ તેમાં બેસી ગયા હતા.રિક્ષા ચાલકે રિક્ષા દોડાવતાં થોડે દૂર બંધ થઇ ગઇ હતી.જેથી રિક્ષાચાલક ભાગવા માંડયો હતો.તેણે પથ્થર મારતાં જવાનને હાથે વાગ્યો હતો.આમ છતાં તેણે આરોપીને પકડી રાખ્યો હતો.બીજી પોલીસ આવી જતાં રિક્ષા ચાલકની પોલીસની કામગીરીમાં અડચણ બદલ ધરપકડ કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button