गुजरात

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vadodara: City bank employees join nationwide strike: Clearance of crores stalled



પાંચ દિવસના સપ્તાહની માંગ સાથે દેશભરના બેંક કર્મીઓ આજે તા. 27, સોમવારે એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે તમામ બેંકોના કર્મીઓએ સલાટવાડા, આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે ધરણાં પ્રદર્શન યોજી ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવ્યું હતું. બેંકની હડતાલના કારણે કરોડો રૂપિયાના ચેકોનું ક્લિયરન્સ પણ અટકી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે બેંક કર્મીઓએ પાંચ દિવસના સપ્તાહની માંગ શરૂ કરી છે છેલ્લા કેટલાય દિવસથી આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી હતી. માંગણી નહીં સંતોષાતા ગત તા. 25, જાન્યુઆરીએ છેલ્લો શનિવાર હતો જ્યારે બીજા દિવસે તા. 26મીએ પ્રજાસત્તાક દિનની જાહેર રજા હતી. જેથી બેંક યુનિયનો દ્વારા આ બંને દિવસની રજા બાદ આજે તા. 27 જાન્યુઆરીએ દેશભરમાં બેંક કર્મીઓની એક દિવસની પ્રતિક હડતાલની જાહેરાત કરી હતી. આમ સતત ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેવાના કારણે આર્થિક વ્યવહારોને ભારે અસર થઈ હતી. સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાના પાંચ દિવસના સપ્તાહની માંગ સાથે દેશભરના બેંક કર્મીઓ આજે તા. 27, સોમવારે એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે તમામ બેંકોના કર્મીઓએ સલાટવાડા, આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે ધરણાં પ્રદર્શન યોજી ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવ્યું હતું. બેંકની હડતાલના કારણે કરોડો રૂપિયાના ચેકોનું ક્લિયરન્સ પણ અટકી ગયું હતું.

દરમિયાન આજે દેશ વ્યાપી બેંક હડતાલ હોવાના કારણે શહેરની તમામ બેંકોના કર્મચારીઓ પણ આજની પ્રતીક હડતાલમાં જોડાયા હતા. પરિણામે સવારે 10:30 વાગ્યાના સુમારે બેંક કર્મીઓ સલાટવાડા ખાતે આવેલી જુના આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે એકત્ર થઈને ધરણામાં જોડાઈને પ્લે કાર્ડ સાથે રાખીને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.



Source link

Related Articles

Back to top button