दुनिया

મતભેદો ભૂલીને ભારત તરફ કેમ દોડ્યું કેનેડા? ટ્રમ્પના એક નિર્ણયના કારણે બદલાયા સમીકરણ | America Trump Tariff Policy India Canada Trade Deal Canada looks at India for Economy Boost



Canada-India Relation: અમેરિકા જે દેશોને ધમકી અને ઝટકો આપી રહ્યું છે તે નારાજ દેશોની નજર હવે ભારત તરફ વળી છે. તે સમાધાન માટે ભારતનો રસ્તો પકડી રહ્યા છે. ભલે તે યુરોપિયન યુનિયન હોય કે પછી કેનેડા, ટ્રમ્પ ટેરિફની ધમકીઓથી કંટાળી હવે કેનેડાનું વલણ ભારત પ્રત્યે નરમ પડ્યું છે અને વેપારમાં બંને દેશ વચ્ચે મજબૂત સંબંધ બનાવવાની તૈયારી દર્શાવી છે. 

ભારત સાથે વેપાર કરવામાં કેનેડાને રસ

એક તરફ અમેરિકા સાથે અનેક દેશોને તણાવ વધી રહ્યો છે, ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિથી મુશ્કેલીમાં મુકાયેલા કેનેડા જેવા દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે વેપાર સંબંધ મુદ્દે વિવિધતા લાવતી વ્યૂહનીતિ બનાવવામાં પાછું વળીને નહીં જુએ, હાલમાં કેનેડાની વિદેશ મંત્રી ભારત પ્રવાસે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશ હવે માત્ર અમેરિકા પર નિર્ભર નહીં રહે અન્ય દેશો સાથે વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, તે મજબૂરી પણ છે. મહત્વનું છે કે પહેલા કેનેડાએ ચીન સાથે વેપાર સોદો કર્યો હવે તે ભારત સાથે વેપાર બાબતે કરાર કરવામાં રસ દાખવી રહ્યું છે.

ટ્રમ્પે આપી દીધી ચેતવણી

કેનેડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છેઃ જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને ચેતવણી આપી હતી કેમ જો કેનેડા ચીની માલ માટે અમેરિકામાં ડ્રોપ-ઓફ પોર્ટ બનશે, તો કેનેડિયન ઉત્પાદનો પર 100% ટેરિફ લગાવી દઇશું,  ટ્રમ્પના આ એક નિર્ણયના કારણે હવે કેનેડાએ મતભેદો ભૂલીને ભારત તરફ નમતું જોખ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી માર્ક કાર્ની ભારત પ્રવાસ આવવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે માર્ચમાં તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે.

આ પણ વાંચો: ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતું હતું? જાણો સંપૂર્ણ કહાણી

ભારત સાથે વેપાર કરાર(ટ્રેડ ડીલ) ઈચ્છે છે કેનેડા?

ભારત પ્રવાસે આવેલી કેનેડાની વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું કે, ‘અમારે કેનેડાની અર્થવ્યવસ્થાને સુરક્ષિત અને મજબૂત બનાવવાની છેઃ, તેના માટે વેપારને અલગ અલગ દેશોમાં ફેલાવવાની ખૂબ જરૂર છે. તે જ કારણ છે કે અમે ચીન પણ ગયા, હવે ભારત આવ્યા, અમે કોઈ એક દેશ પર સંપૂર્ણ રીતે નિર્ભર નહીં રહીએ’ આ વ્યૂહનીતિને ભાગે જ કેનેડાના ઉર્જા મંત્રી ટીમ હોજસન પણ ભારતના ગોવા પ્રવાસે જઈ રહ્યા છે. જ્યાં એક ઉર્જા સંમલેનમાં હાજરી આપશે. ભારતીય ઉદ્યોગજગત સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. આ પ્રવાસ બંને દેશો વચ્ચે બંને દેશો મહત્વપૂર્ણ ખનિજો, યુરેનિયમ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ, સંસાધનો સંબંધિત સહયોગ અને સંભવિત સોદાઓ પર ચર્ચા કરે થયા તેવી આશા છે. કેનેડા પાસે આ ભંડારનો ખજાનો પડ્યો છે. 

અમેરિકાને કેનેડાની ટ્રેડ ડીલથી પેટમાં દુખે છે!

હાલમાં જ ચીન અને કેનેડા વચ્ચે મહત્વનો વેપાર કરાર થયો, જે મુજબ કેનેડા ચીની ઈલેક્ટ્રિક વાહનો પર ટેરિફ ઓછો કરશે જેના બદલામાં ચીન ખાદ્ય ઉત્પાદનો પર વ્યવસાયિક છૂટછાટો આપશે. ચીન સાથેની ડીલ અંગે જણાવતા કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે કોઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા નથી. પણ આવનાર 10 વર્ષમાં અમેરિકા બહારની નિકાસ કરવાની યોજનાને બમણી કરવા પર કેનેડા કામ કરશે. ઉલ્લેખનીય છે કે કેનેડા સાથે પણ અમેરિકાને ટેરિફ અંગે તણાવ ચાલી રહ્યો છે, અમેરિકા એ નથી ઇચ્છતું કે ચીન સસ્તા સામાનને કેનેડા દ્વારા અમેરિકાની બજારમાં ઉતારે.



Source link

Related Articles

Back to top button