गुजरात

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો | Republic Day 2026 Tiranga Hoisted on 15 Remote Islands by Dwarka Police and Indian Navy


Tiranga Hoisted At 15 Remote Islands : આજે સોમવારે(26 જાન્યુઆરી, 2026) ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ દરિયાની વચ્ચે દેશભક્તિનો જબરો જુસ્સો બતાવ્યો છે. જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ અને ભારતીય નેવીના સંયુક્ત ઉપક્રમે દરિયામાં આવેલા 15 જેટલા દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 2 - image

દુર્ગમ ટાપુઓ પર સુરક્ષા દળોનો હરખ

દ્વારકાનો દરિયાકાંઠો વ્યુહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ અને નેવીની ટીમોએ દરિયાઈ માર્ગે ખાસ પેટ્રોલિંગ કરી અઝાડ, ધબધબો, લેફામારુડી, માનમરુડી, સામિયાણી, રોજી, સિયાયડી અને ગાડૂ જેવા 15 નિર્જન અને દુર્ગમ ટાપુઓ પર પહોંચી હતી. આ ઉપરાંત કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા, દિવડી, કૂડચલી અને આસાભા ટાપુઓ પર પણ ગર્વ સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 3 - image

આ પણ વાંચો: વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

સુરક્ષા અને દેશભક્તિનો સંદેશ

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીની સાથે દરિયાઈ સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ હતો. ભરદરિયે આવેલા આ ટાપુઓ પર જ્યારે તિરંગો લહેરાયો અને ‘ભારત માતા કી જય’ના નારા ગુંજ્યા, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મરીન ટાસ્ક ફોર્સ અને નેવીના જવાનોએ આ રીતે ઉજવણી કરીને દુશ્મનોને ભારતની અતૂટ સુરક્ષા શક્તિનો પરચો પણ આપ્યો છે.

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 4 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 5 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 6 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 7 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 8 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 9 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 10 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 11 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 12 - imageસમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 13 - image



Source link

Related Articles

Back to top button