राष्ट्रीय

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight security arrangements



– કડકડતી ઠંડીમાં વરસાદની આગાહી : દિલ્હી કિલ્લામાં ફેરવાયું, 10 હજારથી વધુ જવાનો તૈનાત

– યુરોપિયન કાઉન્સિલ-કમિશનના પ્રમુખો મુખ્ય મહેમાન, ચાર હેલિકોપ્ટરની મદદથી પુષ્પવર્ષા કરાશે : 100થી વધુ આર્ટિસ્ટ્સ દેશની વિવિધતામાં એકતા થીમનું પ્રદર્શન કરશે

– કર્તવ્ય પથ પર ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરા, અને એઆઇ આધારિત સ્માર્ટ ગ્લાસથી ચાંપતી નજર 

– વંદે માતરમના 150 વર્ષ અને ઓપરેશન સિંદૂરની જલક જોવા મળશે

નવી દિલ્હી: 26મી જાન્યુઆરીએ ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં આશરે ૧૦,૦૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અતિ આધુનિક ટેક્નોલોજી, સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં એઆઇસ આધારિત સ્માર્ટ ગ્લાસનો પણ સમાવેશ થાય છે. અનેક ડ્રોનની મદદથી પરેડવાળા વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.   

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને કમિશનના પ્રમુખ ઉરસુલા મુખ્ય મહેમાન બનશે, કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આગેવાનીમાં વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવશે. જેમાં વંદે માતરમના ૧૫૦ વર્ષ, ઓપરેશન સિન્દૂર વગેરેનો સમાવેશ કરાશે. પરેડમાં ૧૦૦થી વધુ આર્ટિસ્ટ્સ સામેલ થશે. જેઓ વિવિધતામાં એકતાની થીમ પર વિવિધ મ્યૂઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રાષ્ટ્રની એકતા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. મહેમાનો પર ચાર એમઆઇ ૧૭ ૧વી હેલિકોપ્ટરો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ સમગ્ર સમારોહ દરમિયાન પરમવીર ચંક્ર વિજેતાઓ, અશોક ચંક્ર વિજેતાઓ પણ હાજર રહેશે. પરેડમાં યુરોપિયન યુનિયનના સૈન્યની જલક પણ જોવા મળશે.

જ્યારે સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પિકેટ્સ, બેરિકેડિંગ, તમામ સ્ટાન્ડર્ડ એસઓપી લાગુ કરાયા છે. તમામ પોલીસકર્મીને ડિપ્લોયમેન્ટ પ્લાનિંગ, પોઇંટ વાઇઝ બ્રીફિંગ, ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવાની જાણકારી અપાઇ છે. જે વિસ્તારમાં પરેડ યોજાશે તેની આસપાસ વીડિયો એનાલિટિક્સ અને ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમ (એફઆરએસ)થી સજ્જ ૩૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે વ્યક્તિના ચેહરાને સારી રીતે સ્કેન કરી શકે છે.  કેમેરાથી આવનારી લાઇવ ફીડ પર નજર રાખવા માટે ૩૦થી વધુ કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં આશરે ૧૫૦ પોલીસકર્મીઓ ૨૪ કલાક માટે તૈનાત રહેશે. તેમને એફઆરએસ અને વીડિયો એનાલિટિક્સ સાથે જોડાયેલા એઆઇ સ્માર્ટ ગ્લાસ પણ આપવામાં આવ્યા છે.  

દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગે દિલ્હીમાં ૨૬મી તારીખે વરસાદની પણ આગાહી કરી છે. જેને પગલે વાતાવરણમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે. 



Source link

Related Articles

Back to top button