નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં શાહી કુટીર સોસાયટીમાં 7 મકાનોમાં ચોરીનો પ્રયાસ | Attempted theft in 7 houses in Shahi Kutir Society in Uttarsanda Nadiad taluka

![]()
નડિયાદ : નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોએ સાત જેટલા મકાનોના તાળાં તોડયાના બનાવો બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામમાં આવેલી સાહિલ શાહીકુટીર રમણ સોસાયટીના મકાન નંબર ૨૧૨ યેસાબેન જીગરભાઈ તેમની દીકરી સાથે રહે છે. તેમના પતિ દુબઈમાં નોકરી કરે છે. જેથી તેઓ કોઈ દિવસ પોતાના મકાનમાં રોકાતા હતા. તેઓ નડિયાદમાં આવેલા મકાનમાં રહેતા હોવાથી ગત તા.૧૯-૧-૨૬ના રોજ મકાનને તાળું મારી નડિયાદ ગયા હતા. આ દરમિયાન રાત્રિ સમયે કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા. આ ઉપરાંત મકાન નંબર ૧૧૩, ૧૧૧, ૧૨૧,૧૨, ૬૭, ૪૬ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરંતુ આ મકાનમાંથી કોઈ ચોરી થઈ ન હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે યેસાબેન જીગરભાઈ કંસારાની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



