गुजरात

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે ‘રાષ્ટ્રપતિ મેડલ’ | 26 January Honours: 16 Gujarat Police Officials to Receive Gallantry and Service Medals


Gujarat Police Medals: 26મી જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ દળના કુલ 16 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે સિનિયર IPS અધિકારીઓને ‘રાષ્ટ્રપતિ ચંદ્રક’ અને અન્ય 14 રક્ષકોને ‘પ્રશંસનીય સેવા મેડલ’ થી સન્માનિત કરવામાં આવશે.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM)

રાજ્યના બે બાહોશ IPS અધિકારીઓને તેમની વિશેષ વિશિષ્ટ સેવાના રેકોર્ડ માટે આ પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરાશે.

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે 'રાષ્ટ્રપતિ મેડલ' 2 - image

પ્રશંસનીય સેવા મેડલ મેળવનાર 14 રક્ષકો

કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ફરજ પ્રત્યે અસાધારણ સમર્પણ દર્શાવવા બદલ રાજ્યના વિવિધ કક્ષાના 14 અધિકારી/કર્મચારીઓને આ સન્માન મળશે.

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે 'રાષ્ટ્રપતિ મેડલ' 3 - image

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે 'રાષ્ટ્રપતિ મેડલ' 4 - image

આ પણ વાંચો: 77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત, જમ્મુ-કાશ્મીર પોલીસને સૌથી વધુ સન્માન

સન્માન પાછળનું મહત્ત્વ

આ સન્માન રાજ્યના વિવિધ ભાગોમાં આતંકવાદ વિરોધી કામગીરી, આપત્તિ રાહત, ગુના નિયંત્રણ અને સુધારાત્મક સેવાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મચારીઓને આપવામાં આવ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિઓ અને સંસાધનોની મર્યાદા છતાં ફરજને સર્વોપરી ગણનારા આ રક્ષકોની કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.

ગુજરાતના ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાએ મેડલ મેળવનાર તમામ પોલીસકર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. આ જાહેરાતથી ગુજરાત પોલીસ દળના મનોબળમાં મોટો વધારો થયો છે.



Source link

Related Articles

Back to top button