दुनिया

બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો: શું ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો? | Iran US Conflict: Is Ayatollah Khamenei Hiding in an Underground Bunker



Is Ayatollah Khamenei Hiding in an Underground Bunker? ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાન પર હુમલા અંગે અમેરિકા તરફથી વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. એવામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ તેહરાનમાં એક વિશેષ અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં છુપાયા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. 

અંડરગ્રાઉન્ડ ટનલમાં છુપાયા છે ખામેનેઈ?

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર ઈરાનની સેનાના વરિષ્ઠ અધિકારીઓને આશંકા છે કે ગમે તે ક્ષણે અમેરિકા હુમલો કરી શકે છે. ખતરાને જોતાં ખામેનેઈ પોતાના પુત્રને કાર્યકારી કમાન સોંપી છે. ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ અનુસાર ખામેનેઈ જ્યાં છુપાયા છે તેમાં સુરક્ષા માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તથા જમીનની નીચેથી જવા આવવા માટે સુરંગ બનાવવામાં આવી છે. ખામેનેઈને બદલે તેમના ત્રીજા નંબરના પુત્ર મસૂદ ખામેનેઈ રોજબરોજના કામકાજ સંભાળે છે. 

ઈરાન તરફ આગળ વધી રહી છે અમેરિકાની સેના 

બીજી તરફ અમેરિકા ઈરાનની આસપાસ મિડલ ઈસ્ટમાં પોતાની સેના તૈનાત કરી છે. અમેરિકાની નૌસેનાનું ‘અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત છે. આગામી દિવસોમાં તે પર્શિયન ગલ્ફ પહોંચી શકે છે. જ્યાંથી ઈરાન પર હુમલો કરવો સરળ રહેશે. આ યુદ્ધ જહાજો પર F-35C અને F/A-18E સુપર હૉર્નેટ જેવા ફાઈટર જેટ પણ તૈનાત છે. બ્રિટને પણ Typhoon ફાઈટર જેટ આ ગ્રુપ સાથે પાઠવ્યા છે. 

ઈરાનની સેના હાઈઍલર્ટ 

અમેરિકાની આ ધમકીઓ પર ઈરાને કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો ‘ઑલ-આઉટ વોર’ જ માનવામાં આવશે. ઈરાનની સેનાઓ હાઈઍલર્ટ પર છે. હાલમાં જ ઈરાનની સેનાએ અમેરિકાને કહ્યું હતું કે ‘અમારી આંગળી પણ ટ્રિગર પર જ છે.’ 

ઈરાનમાં થઈ રહ્યા છે વ્યાપક આંદોલન 

નોંધનીય છે કે ઈરાનમાં સત્તા વિરુદ્ધ મોટા પાયે હિંસક દેખાવો થઈ રહ્યા છે. આ દેખાવો આર્થિક પરિસ્થિતિ મુદ્દે શરૂ થયા હતા અને બાદમાં સુપ્રીમ લીડરને જ સત્તાથી હટાવવાની માંગ શરૂ થઈ. બીજી તરફ ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિનો હાથ છે અને આંદોલન કરી રહેલા લોકો ‘આતંકવાદી’ છે. સરકાર અને આંદોલનકારીઓના સંઘર્ષમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ આશંકા છે. 



Source link

Related Articles

Back to top button