गुजरात
વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes action against illegal passenger trafficking

![]()
વડોદરા એસટી વિભાગની સુરક્ષા શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન વડોદરા પોલીસ સાથે મળી સી.ઓ. ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચેકિંગ દરમિયાન કુલ 63 વાહનો ગેરરીતિથી મુસાફરો લઈ જતા ઝડપાયા હતા, જેના બદલામાં રૂ. 30,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે નિયમોનો ભંગ કરતા 20 વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા આરટીઓ સાથે સંયુક્ત રીતે કરાયેલી તપાસમાં વધુ 8 વાહનો સામે કાર્યવાહી કરી રૂ. 61,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.


