दुनिया

13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા અપીલ…: અમેરિકામાં બરફના તોફાનનું તાંડવ | Severe Winter Storm Paralyzes US Emergency Declared as Flights and Power Disrupted


US Winter Storm: અમેરિકામાં હાલમાં કુદરતનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. એક વિશાળ વિન્ટર સ્ટોર્મે (બરફનું તોફાન) અમેરિકાના અડધાથી વધુ ભાગને પોતાની લપેટમાં લીધો છે. 2,300 માઈલ સુધી ફેલાયેલા આ વાવાઝોડાએ પરિવહન અને વીજળી વ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક રાજ્યોમાં કટોકટી (Emergency) જાહેર કરી છે.

13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા અપીલ...: અમેરિકામાં બરફના તોફાનનું તાંડવ 2 - image

પરિવહન સેવાઓ ઠપ્પ 

અહેવાલો અનુસાર, અમેરિકામાં હિમવર્ષા અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે એવિએશન સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફ્લાઇટઅવેરના અહેવાલ મુજબ, શનિવાર અને રવિવાર દરમિયાન 13,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કોરોનાકાળ પછી એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાની આ પ્રથમ ઘટના છે.

રસ્તાઓ પર બરફના જાડા થર જામી જવાથી વાહન વ્યવહાર જોખમી બન્યો છે. ભારે હિમવર્ષા અને પવનને કારણે વીજળીના ટાવરો અને વૃક્ષો ધરાશાયી થયા છે. ટેક્સાસ અને લ્યુઇસિયાનામાં જ 50,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 1,20,000 ઘરો અંધારામાં ડૂબી ગયા છે.

13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા અપીલ...: અમેરિકામાં બરફના તોફાનનું તાંડવ 3 - image

18 કરોડ લોકો પ્રભાવિત, FEMA મેદાને

નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, અમેરિકાની અડધાથી વધુ વસ્તી આ તોફાનથી પ્રભાવિત છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) એ રાહત સામગ્રી અને બચાવ ટીમો તહેનાત કરી દીધી છે.

13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા અપીલ...: અમેરિકામાં બરફના તોફાનનું તાંડવ 4 - image

આ પણ વાંચો: ટ્રમ્પના ‘મિશન ડિપોર્ટેશન’ વચ્ચે ખૂની ખેલ! ઈમિગ્રેશન અધિકારીઓએ વધુ એકની હત્યા કરતાં ભારે આક્રોશ

‘બહાર ન નીકળો, જીવનું જોખમ છે’

ન્યુ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાની અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે લોકોને કડક અપીલ કરી છે કે, ‘આ જીવલેણ ઠંડીમાં બિનજરૂરી મુસાફરી ટાળો, ગરમ વસ્ત્રો પહેરો અને ઘરોમાં જ સુરક્ષિત રહો.’

આગામી દિવસો વધુ કપરા

હવામાન વિભાગની આગાહી મુજબ, આ તોફાન હવે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજુ પણ નીચે જશે. બરફ જલ્દી ઓગળવાની શક્યતા ન હોવાથી રસ્તાઓ સાફ કરવામાં અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં ઘણો સમય લાગી શકે છે.



Source link

Related Articles

Back to top button