ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and marijuana worth Rs 49 lakh seized from Bhavnagar in 2025

![]()
– એસઓજીએ એનડીપીએસના 57 કેસ કર્યા
– ભાવનગરનાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 57 શખ્સો વિરૂધ્ધ ગુના નોંધી જેલમાં ધકેલી દેવાયા
ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્યના ચોરી છુપીથી વેચાય અને સેવનની મદી વ્યાપેલી છે.યુવાધન નસાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં ૨૦૨૫માં રૂ. ૨૪.૪૦ લાખનું ડ્રગ્સ અને રૂ.૪૯.૪૪ લાખની કિંમતનો લીલો અને સૂકી ગાંજો તેમજ સીરપ રૂ.૧.૨૩ લાખ, પોષ ડોડા રૂ. ૪.૭૩ લાખની કિંમતનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્પ ઝડપી લઇ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધા છે.
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાંથી કુલ રૂા.૨૪.૪૦ લાખની કિંમતનું ૨૪૪.૦૨ ગ્રામ ડ્રગ્સ તથા રૂા. ૪૯.૪૪ રાખની કિંમતનો ૬૬૪.૨૭૮ કિલો સૂકો અને લીલો ગાંજો તથા સીરપ ૬૫૭ બોટલ રૂ.૧.૨૩ લાખ તથા પોષ ડોડા ૧૫૭.૬૧૨ જુલી ગ્રામ રૂ.૪.૭૩ લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ૫૭ શખ્સો સામે એનડીપીએસ હેઠળ ગુના નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગર પંથકમાં એક મહિલા ઓરડીમાં ગાંજો છુપાવી નકશાનો વેપરો ચલાવતી પકડાઈ
હતી. જ્યારે ભાવનગર ગ્રામ્ય પંથકમાં આવેલા એક આશ્રમમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હોવાના દાખલા પણ મોજુદ છે.અમદાવાદથી ડ્રગ્સની ડીલીવરી આપવા માટે ભાવનગર આવેલા શખ્સ અને ડીલેવરી લેનાર શખ્સને ભર બજારમાંથી પોલીસે દબોચી લીધા હતા.
ભાવનગર જિલ્લાના વર્ષ ૨૦૧૫ દરમિયાન કુલ મળી એનડીપીએસના કુલ ૨૮ કેસ નોંધી કુલ રૂ.૭૯.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ૫૭ શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
નશાના કારોબારને ડામી દેવા પોલીસ કટિબદ્ધ – એસઓજી, પીઆઈ
ભાવનગરમાં ગાંજા અને ડ્રગ્સ જેવા નશાના કારખારને ડામી દેવા પોલીસ તંત્ર કટિબધ્ધ છે. તથા એસઓજી વર્ષ ૨૦૨૫ના વર્ષમાં ૭ ઇસમને ૨૪૪.૦૨ ગ્રામ ડુગ્સ સાથે પકડી પાડવામાં સફળતા મળી હતી.અને લીલા તથા સૂકા ગાંજાનો કારોબાર ચલાવતા ૩૨ ઈસમોને જેલ ભેગા કરી દીધા છે. તેમજ ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચી નાશના કારોબારને ડેમી દેવામાં આવશે તેમ એસઓજી ,પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું.
એનડીપીએસના કેસનું સરવૈયુ
|
કેસ |
કેસની |
કિંમત |
આરોપી |
|
લીલો |
૧૧ |
૪૬,૬૩,૧૫૦ |
૧૩ |
|
સીરપ |
૦૪ |
૧,૨૩,૧૨૦ |
૧૫ |
|
સુકો |
૦૯ |
૨,૮૧,૧૨૮ |
૧૯ |
|
મેથા |
૦૩ |
૨૪,૪૦,૪૧૦ |
૦૭ |
|
પોષડોડા |
૦૧ |
૪,૭૩,૭૩૬ |
૦૩ |
|
કુલ |
૨૮ |
૭૯,૮૧,૫૪૪ |
૫૭ |



