मनोरंजन
વિક્રાંત મેસ્સીની ફિલ્મ ‘વ્હાઈટ’માં જેનીફર લોપેઝનું સોંગ હશે | Jennifer Lopez song will be in Vikrant Massey’s film ‘White’

![]()
– ફિલ્મમાં ખાસ સોંગ સીકવન્સ ઉમેરાશે
– અંગ્રેજી અને સ્પેનિશમાં બની રહેલી ફિલ્મ વિશ્વની 21 ભાષામાં ડબ કરાશે
મુંબઈ : વિક્રાંત મેસ્સીની આગામી ફિલ્મ ‘વ્હાઈટ’માં જેનીફર લોપેઝનું એક સોંગ હોવાની શક્યતા છે.
ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ માટે જેનીફરનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની વાતચીત હાલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ મૂળ અંગ્રેજી અને સ્પેનિશમાં બની રહી છે. જેનીફર તેમાં અંગ્રેજી ગીત રજૂ કરે તેવી સંભાવના છે. ફિલ્મ ભારત સહિત વિશ્વની ૨૧ ભાષાઓમાં ડબ થવાની છે.
ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે. પરંતુ, હવે જેનીફર સંમતિ આપે તો તેના માટે એક ખાસ સોંગ સીકવન્સ ઉમેરાશે. ફિલ્મનું ૯૦ ટકા શૂટિંગ દક્ષિણ અમેરિકામાં થયું છે. ફિલ્મના ૯૦ ટકા કલાકારો અને ટેકનિશિયનો પણ વિદેશી છે.



