दुनिया

યુક્રેન -રશિયા શાંતિ મંત્રણામાં અમેરિકાની પ્રથમવાર સીધી એન્ટ્રી, ડોનબાસને લઇને મડાગાઠ યથાવત | US’s first direct entry into Ukraine Russia peace talks stalemate over Donbass continues



મોસ્કો,૨૪ ફેબુ્આરી,૨૦૨૬,શનિવાર 

રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાર્તામાં અમેરિકા પ્રથમવાર સામેલ થયું છે. આમ તો બંને દેશો વચ્ચે મધ્યસ્થતા માટે યુએસ પ્રયાસ કરી ચુકયું છે પરંતુ સંયુકત અરબ અમીરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રથમ વાર ભાગ પણ લીધો છે. યુક્રેની પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના ચીફ ઓફ સ્ટાફ કિરિલો બુદાનોક અને રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા પરિષદના સચિલ રુસ્તેમ ઉમેરોફ શામેલ છે. રશિયાએ સૈન્ય જાસુસી એજન્સીના પ્રમુખ ઇગોર કોસ્ત્યુકોફ અને અન્ય સૈન્ય અધિકારીઓને  મોકલ્યા છે.

અમેરિકા તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનર બેઠકમાં સામેલ છે. જેલેંસ્કીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે સંઘર્ષ સમાપ્ત કરવાની શર્તો સાથે જ ચર્ચા શકય છે. બેઠકનો નિષ્કર્ષ કાઢવો ખૂબજ ઉતાવળ ગણાશે પરંતુ વાતચિત કઇ દિશામાં આગળ વધે છે અને શું પરિણામ નિકળે છે તે મહત્વનું છે. ઝેલેન્સ્કી ચર્ચાનો મુખ્ય મુદ્વો પૂર્વી ક્ષેત્ર ડોનબાસને બનાવ્યો છે. જો કે ક્રેમલિનના  પ્રવકતા દમિત્રી પેસ્કોકે  આ બાબતે કોઇ સમજૂતી કરવાનો ઇન્કાર કર્યો હતો. યુક્રેની સશસ્ત્ર દળોએ ડોનબાસ ક્ષેત્રમાંથી હટવું જ પડશે. 



Source link

Related Articles

Back to top button