दुनिया

ગ્રીનલેન્ડ મુદ્વે અમેરિકા અને નાટો વચ્ચે વાતચીત, શું આવ્યું પરિણામ? | Talks between America and NATO on Greenland what was the outcome



ન્યૂયોર્ક,૨૪ ફેબુ્આરી,૨૦૨૬,શનિવાર 

ખનીજો અને રેર મિનરલથી સમૃધ્ધ અને બરફાચ્છાદિત ગ્રીનલેન્ડ પર અમેરિકાએ કબ્જો મેળવવો છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કને આધિન દુનિયાનો સૌથી મોટો ટાપુ અને વિસ્તારની દ્વષ્ટીએ ૧૨ માં ક્રમનો મોટો દેશ છે. અમેરિકાના પ્રસિધ્ધ અખબાર ટાઇમ્સમાં પ્રકાશિત માહિતી મુજબ ગ્રીનલેન્ડને લઇને અમેરિકા અને નાટો દેશ સંભવિત સમજુતી થઇ હોવાનું માનવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે નાટો દેશો સાથે ભાવી સમજૂતીની વ્યવસ્થા તૈયાર કરવા પર સહમતિ વ્યકત કરાઇ છે. 

ચર્ચામાં જોડાયેલા ૨ અધિકારીઓને ટાંકીને અખબારમાં જણાવાયું હતું કે અમેરિકા ગ્રીનલેન્ડ સ્થિતિ પોતાના સૈન્ય અડ્ડાઓની સંપ્રભુતાનો સ્વીકાર કરવામાં આવે આ એક વિચાર હતો. આ સ્થિતિ સાઇપ્રસમાં મૌજુદ બ્રિટિશ સૈન્ય અડ્ડા સાથે સરખાવી શકાય. ટ્રમ્પ અને અન્ય અધિકારીઓનું માનવું છે કે ગોલ્ડન ડોમ નામના મિસાઇલ રક્ષા પ્રણાલી ગ્રીનલેન્ડ માટે મહત્વપૂર્ણ બની શકે છે. અહેવાલ અનુસાર રશિયા અને ચીન જેવા ગેર નાટો દેશો દુલર્ભ ખનીજોના ખનન અધિકાર પ્રાપ્ત કરવા પરના પ્રતિબંધ અંગે પણ ચર્ચા થઇ. જો તે આ ચર્ચા અંગે કોઇ  નકકર સમજૂતી થઇ શકી નથી.



Source link

Related Articles

Back to top button