दुनिया

– 48 ડીગ્રી ! અમેરિકામાં બર્ફીલ સુનામી 18 કરોડ અમેરિકનો ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે | 48 degrees Ice tsunami in America threatens 180 million Americans



– ન્યૂયોર્કથી ટેક્ષાસ સુધી બધું ઠંડુગાર

– અધિકારીઓએ ચેતવણી આપી છે કે પાંચથી છ મિનિટ પણ બહાર રહેવું જાનલેવા બની શકે તેમ છે : યાતાયાત ઠપ્પ

વોશિંગ્ટન (ડીસી) : માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં હવામાન ઝડપતી બદલાઈ રહ્યું છે. અમેરિકામાં તેની તીવ્ર અસર દેખાય છે. ભારતના પર્વતીય પ્રદેશોમાં જબરજસ્ત બર્ફમારો થઈ રહ્યો છે. અને અમેરિકા પણ બર્ફીલ તોફાનની ઝપેટમાં આવી ગયું છે. મોસમ વિભાગ કહે છે કે, આ બર્ફીલ તોફાન થોડા જ દિવસોમાં સમગ્ર અમેરિકા પર છવાઈ જશે.

અમેરિકાનાં કેટલાએ રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આથી માત્ર પર્વતીય વિસ્તારો જ નહીં જમીન ઉપર પણ સફેદ ચાદર છવાઈ જશે, તેવો ખતરો ઝળુંબી રહ્યો છે. આથી ૧૮ કરોડ અમેરિકનો ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે તે નેશનલ વેધર સર્વિસ જણાવે છે.

અધિકારીઓ કહે છે કે, આ ઠંડીમાં પાંચ થી છ મીનિટ પણ બહાર નીકળશો તો ફ્રોસ્ટ-લાઇટસ થઈ જશે.

બર્ફીલા તોફાનને લીધે ૮૦૦૦થી વધુ ફલાઇટસ રદ કરવી પડી છે. તેમાં ટેક્સાસ તરફ જતી ફલાઈટ્સ પણ સમાવિષ્ટ છે.

ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું હતું કે પાવર ગ્રીડ મજબૂત છે તેથી આ બર્ફીલા તોફાન સામે ટક્કર લઈ શકશે.

આ તોફાનને લીધે જબરજસ્ત ઠંડી પડી છે. આ સાથે તેઓએ આથી પણ વધુ ઠંડી પડવાની ચેતવણી આપી છે. કેથી હોચુવે વધુમાં કહ્યું હતું કે, આથી હાઈપોથર્મીયા થવા સંભવ છે તેથી હાર્ટએટક પણ આવી શકે. ઘરની બહાર ૫ થી ૬ મિનિટ નીકળવું પણ જોખમ છે. જોકે ઈમર્જન્સી માટે પૂરી ટીમ તૈનાત રખાય છે.

અમેરિકી મોસમ વિભાગે કહ્યું હતું કે મીડવેસ્ટ (રોકીઝ માઉન્ટન એરિયા)માં પારો ૪૮ ડીગ્રી નીચે જવા સંભવ છે. થોડી મીનિટોમાં જ ફોસ્ટ લાઇટ થવાની શક્યતા છે, વાહન વ્યવહાર તો બંધ છે.

નેશનલ વેધર સર્વિસ જણાવે છે કે વિજ્ઞાનીઓ તેને પોબર વોર્ટેસ કહે છે. આર્કટિક ક્ષેત્ર ઉપર ઠંડી હવા ગોળાકાર સીસ્ટીમ બનાવે છે. કોઈવાર તે સીસ્ટીમ અંડાકાર બને છે અને તેના દબાણથી બર્ફીલા સુનામી જાગે છે તે પૈકીનું આ એક સુનામી છે.



Source link

Related Articles

Back to top button