मनोरंजन

મલાઈકા અને અરબાઝનો દીકરો અરહાન બોલિવુડમાં ડેબ્યૂ કરશે | Malaika and Arbaaz son Arhaan to make his Bollywood debut



– વધુ એક નેપો કિડનું બોલિવુડમાં આગમન 

– એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોવાની તસવીરો વાયર, મમ્મી મલાઈકાએ અભિનંદન આપ્યાં

મુંબઈ : મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન ટૂૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો હોવાની ચર્ચા છે. 

ડિઝાઈનર વિક્રમ ફડનવીસે અરહાનની એક તસવીર શેર કરી હતી અને તેમાં હવે અરહાનની કારકિર્દી  શરુ થઈ રહી છે તેવું કેપ્શન આપ્યું હતું. તે પરથી અરહાનના બોલિવુડ ડેબ્યૂ વિશે અટકળો શરુ થઈ છે. આ પોસ્ટને તેની માતા મલાઈકાએ રેડ હાર્ટ ઈમોજી સાથે વધાવી અભિનંદન પણ આપ્યાં હતાં. 

જોકે, અરહાન ચોક્કસ કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. 

બોલિવુડમાં  સલમાનને પગલે અરબાઝ  પણ ફિલ્મોમાં આવ્યો હતો પરંતુ તે ખાસ સફળ થયો ન હતો. જોકે, સલમાને બીજા કેટલાય સ્ટાર્સને કારકિર્દીમાં સહારો આપ્યો હોવાનું કહેવાય છે. અરબાઝના સૂચિત પ્રોજેક્ટને સલમાનનું પીઠબળ  હોવાની સંભાવના છે. 



Source link

Related Articles

Back to top button