गुजरात
બગોદરા નજીક એસટી બસમાંથી દારૂની 950 બોટલ ઝડપાઇ | 950 bottles of liquor seized from ST bus near Bagodara

![]()
– બસ છોટાઉદેપુરથી ગોંડલ જતી હતી
– એલસીબીએ રૂ. 2.37 લાખના દારૂ સાથે છોટા ઉદેપુરના શખ્સને ઝડપી પાડયોે
બગોદરા : અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરા બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી પોલીસે રૂ. ૨.૩૭ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.
બાતમીના આધારે બગોદરા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુરથી ગોંડલ જતી એસ.ટી. બસમાં તપાસ કરતા પેસેન્જર નગીનભાઇ દુરજીભાઇ રાઠવા (રહે. ચઠ્ઠાવાડા, તા.જી. છોટા ઉદેપુર) પાસેથી શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ ૮ પ્લાસ્ટિકના કોથળા અને ૪ સ્કૂલ બેગની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૯૫૦ બોટલ (રૂ. ૨,૩૭,૫૦૦) કબજે કરી છે. એલસીબીએ આરોપીને બગોદરા પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ માંગણી કરી હતી પરંતુ આરોપીના રિમાન્ડ ના મંજૂર કર્યા છે.



